[7] અસરકારક
સંવાદ રચો : દરેક સાથે
અસરકારક સંવાદ કરવાની કળા
શીખો. તે માટે શું
કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યક્તિને
મળો ત્યારે બાળક જેવા
થઈ શીખવા માટે તમારા
આંખ કાન ખુલ્લા રાખો.
તમારાથી ઓછું જાણનાર વ્યક્તિ
સાથે નમ્ર બનો અને
એને પણ તમારા જેટલું
કે તમારાથી વધુ જાણકાર બનાવવા
પ્રયાસ કરો. યાદ રહે,
હંમેશાં કંઈક ને કંઈક
વહેંચવાનું, શીખવાનું અને શીખવવાનું હોય
જ છે. આમ તમારી
વાતચીત સુધરે છે ત્યારે
તમારી જિંદગી પણ સુધરે
છે.
[8] તમારે
માટે સમય કાઢો : દિવસમાં
કમ સે કમ થોડી
મિનિટો, તમારી જાત સાથે
ગાળો. હૃદયના ઊંડાણ સુધી
જાઓ. આંખ બંધ રાખો
અને દુનિયાને દૂર ફગાવી દો.
(અલબત્ત, કામ કરતા હો
ત્યારે પણ આવી રીતે
સો ટકા કામમાં રહો.)
આમ બધું ત્યજીને બેસશો
ત્યારે જ તમારી સર્જકતા
કોળશે.
[9] તમારી
આસપાસની દુનિયાને બહેતર બનાવો : નદી
જ્યારે સામાન્ય હોય છે ત્યારે
નિયંત્રિત સ્વરૂપે વહે છે, પણ
પૂર વખતે જળની કોઈ
દિશા નથી હોતી. એ
જ રીતે જિંદગીને દિશા
આપવાની જરૂર છે. જીવન-ઊર્જાને નિયત દિશામાં વહેવા
માટે નિષ્ઠાની જરૂર પડે છે.
સમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો
તો સમાજનો તમને સાથ
મળશે. સમાજ જ નહીં,
સમગ્ર દુનિયાને બહેતર સ્થાન બનાવવાની
નિષ્ઠા કેળવો.
[10] તમારી
સંવેદનાને પોષો : સંવેદના કે
લાગણીવિહોણો માણસ સૂકા લાકડા
જેવો છે. તમારા જીવનને
એવું રસભર બનાવો કે,
લોકો તમારી કંપની ઝંખે.
સંગીત, પ્રાર્થના અને સેવાથી તમે
તમારી જાતને એવી વ્યક્તિ
બનાવી શકો. આ દુનિયા
પાસેથી શું મેળવી શકું
એમ વિચારવાને બદલે આ દુનિયાને
શું આપી શકું તેમ
વિચારો. તમે દિલથી ગાશો
કે પ્રાર્થના કરશો ત્યારે તમારી
લાગણીઓ પુષ્ટ બનશે.
No comments:
Post a Comment