કમ્પ્યુટર ગુરૂ


કમ્પ્યુટર સ્ટાર્ટ થવાની સાથે શરૂ થતાં નકામા પ્રોગ્રામ્સ બંધ કરો
                        તમે તમારું કમ્પ્યુટરસ્ટાર્ટ કરો ત્યારે એકદમ મસ્ત માઈક્રોસોફટનો દિફોલ્ટ સાઉંડ ચાલુ થાય અને જાણે રાજા મહારજાની ન્ટ્રી થવાની હોય તેમ તમારું ડેસ્કટોપ છાતી પહોળી કરીને ઓપન થતું હોય તેમ લાગે છે. આપણે બસ,જાણે કમ્પ્યુટરના ચાલ્ય થવાની અને ડેસ્કટોપ દેખાવાની જ રાહ જોતાં હોય તેમ,કી-બોર્ડ અને મોનીટરની સામે સેટ થઈને બેસી જતાં હોઈએ છીએ.પરંતુ તમે કમ્પ્યુટરમાં કામ ચાલુ કરવા જાઓ એ જ સમયે અથવા તો એ પહેલાં જ સ્ટાર્તટ-અપમાં રહેલાં અવનવા પ્રોગ્રામ્સ અને તેના પોપ-અપ્સ તમારા ડેસ્કટોપ પ ચઢાઈ કરીહોય તેમ અનિચ્છનીય રીતે સામે આવી જતાં હોય છે.ત્યાર બાદ તમારે એક પછી એક દરેકને બંધ કરવાની ફરજ પડ્તી હોય છે,જે ખરેખર કંટાળા જનક હોય છે.જો તમારે આ કંટાળાજનક પ્રવ્રુતિથી છૂટકારો મેળવવો હોય તો સ્ટાર્ટાપ દરમ્યાન જરૂરી ન હોય તેવા પ્રોગ્રામ્સને તમે ડિલીટ કરી શકો છો.આ માટે તમારે નીચે પ્રમાણે કવાનું રહેશે........


સ્ટેપ 1 -   સૌ પ્રથમ start > Run માં જઈ msconfig ટાઈપ કરી એન્ટર પ્રેસ કરો.

સ્ટેપ 2 -   ત્યારબાદ ઓપન થયેલી વિન્ડોમાં startup  ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 3 -  હવે તેમાં દેખાતા લિસ્ટમાંથી જ પણ પ્રોગ્રામ કે એપ્લિકેશનને બંધ કરવી                    હોય તેમાંથી ટિક માર્ક કાઢી નાખો.

સ્ટેપ 4 -    ત્યારબાદ ok કરી દો.


                  અમુક પ્રોગ્રામ જેમકે, ફાયરવૉલ, એન્ટિવાયરસ કે એન્ટિ સ્પાયવેર , કી-બોર્ડના કોઈ સોફટવેર્સ તેમ જ તમારા ઈન્ટરનેટ પ્રોવાઈડરે કનેકશન માટે આપેલા પ્રોગ્રામ્સ જેવા સ્ટાર્ટ અપમાં ચાલુ થાય તે જરૂરી છે,તેનું ધ્યાન રાખજો......

 


XP ની સ્પીડ વધારો 

                           તમે કમ્યુટરમાં કેટલાક પ્રોગ્રામ્સ ઓપન કરતાં હોવ છો. જેમાં તમે open, sava અને close  એવા કમાન્ડનો ઊપયોગ કરતાં હશો. પરંતું જો તમારું ધ્યાન ગયુ હોય અથવા તો તમને તકલીફ પડ્તી હોય કે આ કમાન્ડ જયારે રન કરો ત્યારે સામાન્ય રીતે લાગતા સમય કરતાં વધુ સમય લાગતો હોય છે. અથવા તો પ્રોગ્રામને ઓપન થવામાં તેમ જ ત્યાર બાદની પ્રક્રિયા ઘણી જ ધીમી પડી જતી હોય છે.આ માટેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, XP પોતાની રીતે ફાઈલોને ઈન્ડેક્સ કરતું રહે છે. માટે આ ઓપપ્શનને બંધ કરીને XP માં આ પ્રક્રિયાને થોડે ઘણાં અંશે ઝડપી બનાવી શકાય છે.આ રહી તેની રીતે......

સ્ટેપ 1 -   Start  >  Settings  >  Control  penal માં જાઓ.

સ્ટેપ 2 -   તેમાં Administrative Tools ઓપન કરો.

સ્ટેપ 3 -   Services ઓપન કરો.

સ્ટેપ 4 -  લિસ્ટમાંથી Indexing Service  શોધો અને ડબલ ક્લિક કરો.

સ્ટેપ 5 - ત્યારબાદ જે ડાયલોગ બોક્ષ ખુલે તેમાં જનરલ માં જ                        
          Startup  type માં Disabled સિલેક્ટ કરી દો અને ok કરો.



કમ્પ્યુટરને ઝડપથી ઓપન કરો


                        કમ્પ્યુટર રિસ્ટાર્ટ કર્યુ અને ધડાધડ યાહૂ મેસેન્જર, આઉટલૂક એક્સપ્રેસ અને બીજા ઘણાં બધા સોફ્ટવેર્સ ઓપન થઈ જતાં હોય છે.સમય જતાં ઓટોમેટિક સ્ટાર્ટ થતાં સોફ્ટવેર્સને બંધ કરતી સમયે ગુસ્સો આવી જતો હોય છે કે શું રોજે રોજ આ બંધ કરવાનું  ? જો તમે પણ આ દર્દથી પીડાતા હોય તો તેની દવા હાજર છે.ફકત તમારે માત્ર એનો અમલ કરવાની  જરૂર છે. તો થઈ જાવ દવા માટે ......

સ્ટેપ 1 -   સૌ પ્રથમ start > Run માં જઈ regedit ટાઈપ કરી એન્ટર પ્રેસ કરો.

સ્ટેપ 2 -   હવે ખુલેલી  વિન્ડોમાં ડાબી બાજુની પેનલમાં  HKEY_ LOCAL_MACHINE   >                    
                     SOFTWARE  > Microsoft  > Windows  >  CurrentVersion  >        
                 
                 Run  >  Start  >  Programs  >  Startup Folder  

સ્ટેપ 3 -   ત્યાર બાદ જમણી બાજુની પેનલમાં કમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જે 

           સોફ્ટવેર્સ ચાલુ થતાં હશે તેનું લિસ્ટ દેખાશે.

સ્ટેપ 4 -   બસ, આ લિસ્ટ માંથી તમારે ન જોઈતા હોય તેવા સોફ્ટવેર્સ દૂર કરવા 

            રાઈટ ક્લિક કરી Delete પ્રેસ  કરો.






ડિલીટ ન થતી ફાઈલને કેવી રીતે ડિલીટ કરશો ?



તમે નવરા હોવ અને કમ્પ્યુટર પર બેસો એટલે નકામી ફાઈલોને ડિલીટ કરવા બેસી જતાં હશો. પરંતું કેટલીકવારા એવું થતું હોય છે કે અમુક જિદ્દી ફાઈલો ડિલીટ થવાનું નામ નથી લેતી. ડિલીટ કરો ત્યારે કોઈક પ્રકારની એરર આવી જતી હોય છે અને આ ફાઈલ ડિલીટ કરી શકાય તેમ જણાવે છે. તો આવા સમયે આ જિદ પકડી બેઠેલી ફાઈલને તમારા કમ્પ્યુટરમાંથી કાઢી મુક્વા શું કરવું ? આ માટે એક રીત છે જે પ્રમાણે કરવાથી કમ્પ્યુટર માંથી આ ફાઈલને દૂર કરી શકાય છે.

Step  1   :-   સૌ પ્રથમ આ ફાઈલ જ્યાં હોય તેનો પાથ કોઈ પેપર પર

            લખી રાખો.દા.ત.:-  mobi.txt નામની ફાઈલ
          
                 C:\Documents and Settings\user name\My Documents\GTA Vice City             
           
            માં પડી હોય તો આ પાથ લખી રાખો.

Step  2   :-   ત્યારબાદ તમારૂ કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરો અને તેને F8 દ્વારા બૂટ કરો.

Step  3  :-    આ પછી તમને Advanced Boot Options મેનું દેખાશે ત્યાં  Safe

                    Mode with Command Prompt  સેકશનમાં જાઓ.

Step  4   :-   હવે તમારું કમ્પ્યુટર ડોઝ મોડમાં ચાલું થશે.

Step  5   :-   ત્યારબાદ તેમાં  C:\Documents and Settings\user name\My

                     Documents\GTA Vice ટાઈપ કરો અને એન્ટર મારો.

Step  6   :-   હવે del mobi.txt  ટાઈપ કરો અને એન્ટર મારો.
            
            તે ડિલીટ થઈ જશે.


બીજી ટ્રીક

Start  >  Run માં જઈ cmd ટાઈપ કરીને કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરો અને સ્ટેપ નં.

5 પછીની પ્રોસેસ કરી જુઓ.....

No comments:

Post a Comment

free click here