[22] સદવર્તન
કરતા રહો : તમે સદવર્તન
કરો છો ત્યારે તમારી
ખરી પ્રકૃતિ પ્રગટ થાય છે.
પણ દયા અને સેવાની
આ પ્રવૃત્તિ મિકેનિકલ ન હોવી જોઈએ.
સહજભાવે આવાં સત્કૃત્યો કરો.
[23] હંમેશાં
વિદ્યાર્થી રહો : તમે હંમેશ
માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઈ
પણ ખૂણામાંથી આવી શકે છે.
જીવનમાં દરેક પ્રસંગ અને
વ્યક્તિ આપણને કાંઈક અને
કાંઈક શીખવે છે. આ
દુનિયા આપણી ગુરુ છે
અને તમે સતત શીખતા
રહેવાની વૃત્તિ રાખશો તો
તમે બીજાની કિંમત ઓછી
આંકવાની બંધ કરશો.
[24] અશક્ય
સાધવાનું સપનું જુઓ : તમારી
પાસે સપનું હશે તો
જ એને સાકાર કરી
શકશો. અશક્ય લાગે તે
સાધવાનું સપનું જુઓ. આપણે
સહુ આ દુનિયામાં કશુંક
અદ્દભુત અને અનોખું કરવા
આવ્યા છીએ. આ તકને
સરકી જવા ન દેતા.
મોટાં સપનાં જોવાની અને
પછી તેને સાકાર કરવાની
હિંમત કેળવો.
[25] તમારા
દેખાવની તુલના કરો : નવા
વર્ષની ઉજવણી તમને શાણા
થવાનો અવકાશ આપે છે.
ભૂતકાળમાંથી શીખવા જેવું શીખો,
ભૂલવા જેવું ભૂલો અને
આગળ વધો. ગરીબ માનવી
વર્ષમાં એક જ વાર
નવું વર્ષ ઊજવે છે.
અમીર માણસ દરરોજ ઊજવે
છે. પણ સૌથી સમૃદ્ધ
તો એ છે જે
જીવનની ક્ષણેક્ષણને ઊજવે છે. તમે
કેટલા સમૃદ્ધ છો તેના
તરફ આ નવું વર્ષ
ઉજવતા ઉજવતા એક નજર
કરજો. આ તમારું હોમવર્ક
છે અને તમારા આ
વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ
તેના આગલા વર્ષ સાથે
તુલના કરશો. હંમેશાં સ્મિત
કરતા રહેજો. હૃદય હંમેશાં
જૂની વાતોને ઝંખે છે
અને મન નવી બાબતોને.
જિંદગી આ બંને બાબતોનું
મિશ્રણ છે
શ્રીરવિશંકરજીના
પચ્ચીસ આ પગલાંનો અમલ કરવાથી
આપણી જિંદગી જરૂર બહેતર
બની શકે.
No comments:
Post a Comment