Sunday, April 26, 2015

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 3)




[11] ટૂંકા અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો : તમે જોશો કે તમારું મન ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. કાં તે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના અંગે ક્રોધિત યા ઉદાસ હશે, કાં ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલું. આનો અર્થ નથી કે ભવિષ્ય માટે આયોજન કરવું. ટૂંકાગાળાના અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો. માટે તમારા મનને વર્તમાનમાં રાખો અને લક્ષ સુધી પહોંચવાનાં સાધનો અને પદ્ધતિ બંનેનું આયોજન કરો. મહત્તમ સંતોષ આપે તેવી ચીજોનું લક્ષ લાંબાગાળાનું રાખો. નાની નાની વસ્તુઓ આપોઆપ સુલભ થઈ જશે.



[12] પ્રાર્થના એક મહત્વનું શસ્ત્ર છે : જિંદગીને બહેતર બનાવવા માટેનું એક મહત્વનું સાધન છે પ્રાર્થના. પ્રાર્થના બે સ્થિતિમાં થાય છે, તમે જ્યારે એકદમ લાચાર બની જાઓ ત્યારે અને તમે ભગવાન પ્રત્યે ખૂબ આભારવશ થઈ જાઓ ત્યારે. તમારાથી શક્ય હોય એટલું કરો અને તમારાથી જે થાય તેવું હોય તેને માટે પ્રાર્થના કરો. પણ હંમેશાં યાદ રાખો કે અંતિમ અવાજ ઉપરી સત્તાનો રહેશે અને હંમેશાં સારા માટે હશે.


[13] જરૂર પડે પરિવર્તન કરો : જિંદગીમાં વિવેકબુદ્ધિ પર પડદો પડે છે ત્યારે દુઃખ આવે છે. અને વિવેકબુદ્ધિ શું છે ? જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે જાણવું વિવેક છે. જીવન સુધારવા માટે જ્યાં અને જ્યારે પરિવર્તનનો અમલ કરવાની જરૂર લાગે ત્યારે કરવાની હિંમત દાખવો.


[14] તમારી મર્યાદાઓને ઓળખો : તમે જ્યારે જ્યારે નારાજ હો છો કે લાચાર હો છો ત્યારે તમને તમારી મર્યાદાઓનો પરિચય થાય છે. ત્યારે તમે ઈશ્વરનો આભાર માનો પરિચય કરાવવા બદલ અને સમગ્ર સ્થિતિને પ્રાર્થનામાં બદલી નાખો. ઈશ્વરને કહો કે હું બધું તને સમર્પિત કરી દઉં છું. તું શાંતિ લાવ. બસ, તમે હળવા થઈ જશો.


[15] તમારા મિત્રોને ગુમાવો નહીં : જીવનમાં ભૂલો બધાથી થતી હોય છે. ભૂલો બતાવવાની ભૂલ કરતા. એનાથી તેને તમે વધુ અપરાધભાવનો અનુભવ કરાવશો. ઉદારદિલ માનવ એમ કરવાને બદલે ભૂલોને અનુકંપા અને કાળજીથી સુધારે છે.

No comments:

Post a Comment

free click here