Sunday, April 26, 2015

એક મલ્ટીટેલેન્ટેડ ખેલાડીની વાત



તે જુનિયર નેશનલ હોકી સ્ક્વેડમાં પસંદગી પામ્યો હતો.


· તે જુનિયર નેશનલ ફૂટબોલ સ્ક્વેડમાં પસંદગી પામ્યો હતો.

· તે પોતાના દેશની જુનિયર રગ્બી ટીમનો કપ્તાન રહી ચૂક્યો છે.

· શાળા જીવન દરમ્યાન સ્વિમિંગ સ્પર્ધાના છ રેકોર્ડ તેના નામે નોંધાયા છે.

· તેના દેશની જુનિયર એથ્લેટિક્સમાં સૌથી વધુ ઝડપે ૧૦૦ મીટર દોડવાનો વિક્રમ તેના નામે છે.

· તેના દેશની જુનિયર ડેવિસ કપ ટેનીસ ટીમનો તે સભ્ય છે.

· તે નેશનલ બેડમિન્ટન અન્ડર -૧૯ ચેમ્પિયન રહી ચૂક્યો છે.

· ગોલ્ફની રમતમાં પણ ઉઝરડા અને શારિરીક ઇજા પહોંચી એ હદે તેણે સારી રમત રમી હતી.

હવે તમે વિચારતા હશો રમતગમતમાં આટલો અવ્વલ છે તો ભણવામાં તો તે ચોક્કસ ઢબુ નો ઢ જ રહ્યો હશે! તો તમે સાવ ખોટા છો...
એક વિજ્ઞાન પ્રોજેક્ટ માટે નેલ્સન મંડેલાના હાથે તેને રાષ્ટ્રીય પદક પ્રાપ્ત થયું છે..!

આટલું જ નહિ તેણે પોતાના કંઠમાં દ્વિભાષીય પોપ સંગીતનો એક આલ્બમ પણ સ્વરબદ્ધ કર્યો છે...
ખબર પડી કોની વાત ચાલી રહી છે?

૩૧ બોલમાં સો રન - એક નવો રેકોર્ડ...
હવે તો ખબર પડી જ ગઈ હશે કોની વાત ચાલી રહી છે?!

આ મલ્ટીટેલેન્ટેડ ખેલાડી છે દક્ષિણ આફ્રિકાનો કપ્તાન ‘એ બી ડિવિલિયર્સ’!

… અને આપણે ફરિયાદ કર્યા કરીએ છીએ 'હું એકલો કેટલું કરું...?' !!!


No comments:

Post a Comment

free click here