Friday, August 10, 2012

કઠિયારો અને એન્જીનીયર


એક  સોફ્ટવેર એન્જીનીયર હતો, એક દિવસ તે તળાવના કાંઠે બેસીને લેપટોપ માં પોતાનું કામ કરતો હતો. એટલામાં કોઈ કારણ સર તેનું લેપટોપ તળાવમાં પડી ગયું. એન્જીનીયર વિચારવા લાગ્યો કે હવે શું કરવું? એટલામાંજ તેને કઠિયારાની વાત યાદ આવી, જે બાળપણ માં તેના દાદા તેને કહેતા હતા. તેને વિચાર્યું કે પ્રયત્ન કરવામાં શું વાંધો છે?
તેને તળાવની દેવી ને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને તેઓ મદદ કરે અને પાણી માં પડી ગયેલું લેપટોપ પાછું મેળવી આપે.
પ્રાર્થનાથી પ્રસન્ન થઇ તળાવની દેવી પ્રગટ થાય છે, અને એન્જીનીયરને તેની મુશ્કેલી વિષે પૂછે છે!
બોલ દીકરા શું તકલીફ છે? : દેવી બોલ્યા,
એન્જીનીયર: હું અહી બેસીને મારું કામ કરતો હતો અને ભૂલથી મારું લેપટોપ તળાવમાં પડી ગયું છે, શું તમે મને તે બહાર લાવી આપવામાં મદદ કરશો?
દેવી; કેમ નહિ દીકરા હું જરૂર મદદ કરીશ, એટલું કહીને દેવી  તળાવમાં   જાય છે અને થોડી વારે બહાર આવે છે , તેમના હાથમાં એક નાનું બોક્સ હોય છે તે એન્જીનીયર ને પૂછે છે કે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: ના આ મારું લેપટોપ નથી.
દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવેછે ત્યારે તેના  હાથમાં પહેલા કરતા થોડું મોટું બોક્સ હોય  છે , તે પૂછે છે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: ના આ પણ મારું લેપટોપ નથી.
દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવે છે ત્યારે તેના  હાથમાં એન્જીનીયર નું મૂળ લેપટોપ હોય છે અને , તે પૂછે છે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: હા મારું લેપટોપ છે.
એ લેપટોપ એન્જીનીયર નેવ આપી દેવી તળાવમાં જવાની તૈયારી કરે છે ત્યારે એન્જીનીયર તેઓને રોકે છે અને પ્રશ્ન પૂછે છે કે ભૂતકાળ માં જયારે કઠિયારા     ની કુહાડી તળાવમાં પડી ગઈ હતી ત્યારે તો તમે તેને પહેલા સોનાની અને પછી ચાંદીની કુહાડી બતાવી હતી અને ત્યાર બાદ તેની મૂળ કુહાડી બતાવી હતી તો મારી સાથે આવો ભેદભાવ કેમ?
મને કેમ પહેલા નાના નાના બોક્ષ બતાવ્યા?
દીકરા : દેવી બોલ્યા, તને જે બોક્સ બતાવ્યા તે માત્ર બોક્સ ના હતા પરંતુ પહેલા બતાવ્યું તે હાલનું સૌથી લેટેસ્ટ મોડેલનું આઈપેડ હતું અને ત્યાર બાદ તેનાથી મોટું બતાવ્યું તે પામટોપ હતું,  પરંતુ તને તેનું જ્ઞાન ન હતું એટલે તું ઓળખી ના શક્યો,  એટલું કહીને દેવી પાણી માં ચાલ્યા  જાય છે અને એન્જીનીયર વિલે મોઢે ઘર તરફ જવા રવાના થાય છે.
glucose:- 
માત્ર જ્ઞાન હોવું જરૂરી નથી પરંતુ સમય પ્રમાણે તેમાં વધારો કરવો, નવું જ્ઞાન મેળવવું  પણ ખુબજ જરૂરી છે.

પોજીટીવ પર્સનાલીટી

પોજીટીવ પર્સનાલીટી અર્થાત સકારાત્મક વ્યક્તિત્વ કઈ  રીતે બનાવી શકાય?
 લેટીન ભાષાની એક કહેવત છે:
 "મારી પાસે જે કઈ પણ છે એ બધું મારી સાથેજ છે."
 હવે આ કહેચ્વત પાછળનો એક કિસ્સો સકારાત્મક વ્યક્તિત્વના સંદર્ભમાં વાંચીએ:
 મુલ્લા નસીરુદ્દીન એક વાર એક દુકાનમાં ગયા.
 દુકાન તો શું પણ એ એક ડીપાર્ટમેન્ટલ  સ્ટોર જ હતો. જરૂરી એવી મોટા ભાગની વસ્તુ ત્યાં મળે.
  મુલ્લાને જોઈતા હતા તેમના માપ ના બુટ.
 કોને ખબર મુલ્લાના પગનો પંજો અસાધારણ સાઈજ નો હશે, તેમના માપના બુટ હતા  નહિ.
 મુલ્લાએ દુકાનદારને પૂછ્યું: " તારી પાસે ચામડું છે?"
 દુકાનદાર: "છે'
 "ખીલી છે?"
 "છે"
 "અને સોય?"
 "એ પણ છે"
 "તો પછી વાર શું?, લે મારા પગનું માપ અને બનાવી દે મારા માપના બુટ."
 વાર્તા પૂરી થઇ.
 તમારે પોજીટીવ પર્સનાલીતીના માલિક થવું છે?
 તો પૂછો આ સવાલ  તમારા દિલ ને:
 -આત્મવિશ્વાસ છે?
 -હિંમત છે?
 -જવાબદારીની ભાવના છે?
 -સાચું-ખોટું પારખવાની સૂઝ  છે?
 -સારું વર્તન કરવાની ક્ષમતા છે?
 સારી વાણી છે?
 અલબત, આ બધું મૂળભૂત રીતે માનસમાં પડ્યુજ હોય છે પરંતુ એનો ઉપયોગ ના થવાને લીધે તેના પર ધૂળ જામી ગઈ હોય છે.આ ધૂળ ને ખંખેરી આગવા લક્ષણ કેળવવા એનું નામ પોજીટીવ પર્સનાલીટી.

જીવનની સાર્થકતા

અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે કોઈ જુવે, બચાવે  એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો.
ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે."
 યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું,  " ભાઈ, હું તારા ઈરાદામાં કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? "
યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. "
 વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? "
યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે."
 વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી  કઈ બધા દુખોનો અંત નથી આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે, એકડે એક થી અભ્યાસ કરવો પડશે. એની સામે અત્યારેતો તે જેટલા ધોરણ પાસ કર્યા છે એનાથીજ આગળ વધવાનું રહેશે."
 વૃદ્ધાની વાત સાંભળી યુવાને આત્મહત્યાનો વિચાર પડતો મુક્યો. અને ચુપચાપ ઘર ભણી વળ્યો.
glucose :- 
જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમાજ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે.

પોતાની જાત ને બદલો


એક સમયની વાત છે, એક વિશાળ સામ્રાજ્યનો રાજા પોતાના મહેલ થી દુર એક ગ્રામીણ વિસ્તારના પ્રવાસે જાય છે, આ વિસ્તાર તેના મહેલથી ખુબ દુર હતો.  જયારે તે પ્રવાસેથી પાછો પોતાના મહેલ પર ફરે છે ત્યારે તે ફરિયાદ કરે છે કે પોતાના પગ પર ફોલ્લા પડી ગયા છે અને પગ પણ ખુબ દુખે છે. રાજા પહેલીજ વાર આટલા દુર સુધી પ્રવાસે ગયો હતો.અને રસ્તો પણ ખુબ નિર્જન અને પથરાળ હતો.
તે પોતાના સૈનિકોને હુકમ કરે છે કે આપના રાજ્યના તમામ રસ્તાઓને ચામડાથી મઢી દો, જેથી ફરીવાર આવું ના બને.
આ સંભાળીને સિપાહીઓ એક બીજાના મોઢા જોવા લાગે છે, કારણકે એતો સીધી વાત છે કે આમ કરવા માટે ખુબ બધા પ્રાણીઓના ચામડાની જરૂર પડે, અને પૈસા પણ પુષ્કળ જોઈએ.
ત્યારે તેનો એક વફાદાર સૈનિક હિંમત કરીને કહે છે કે મહારાજ, શા માટે તમે આટલો બધો વણજોઈતો ખર્ચ કરવો છો, તમે એક નાનો ચામડાનો કટકો લઈને તમારા પગને કેમ નથી ઢાંકી દેતા?
રાજા આશ્ચર્યચકિત થઇ જાય છે, અને થોડા સમય પછી સૈનિકની કીમતી સલાહનું પણ અનુસરણ કરે છે. અને પોતાના પગ માટે બુટ બનાવી લે છે.
glucose :-
  જીવન જીવવા માટે સારા જગતનું નિર્માણ કરવું હોય તો પોતાની જાતને, પોતાના મન અને વિચારને બદલો   દુનિયા આપો આપ બદલાઈ જશે.

રાલ્ફ વાલ્ડો એમર્સન

રાલ્ફ વાલ્ડો એમર્સન અમેરિકાભરમાં એક ચિંતક, કવિ, લેખક અને નિબંધકાર તરીકે પ્રસિદ્ધ હતા. પોતાના પિતાનો એમણે આ સાહિત્યિક વારસો ભેટમાં મળ્યો હતો.

એક વખત આ પિતા-પુત્ર સાહિત્ય સર્જનમાં મશગુલ હતા ત્યારે એમની ગૌશાળામાંથી એક વાછરડું દોરડું તોડીને બહાર ભાગી નીકળ્યું. પિતા અને પુત્ર બંને પોતાનું કામ પડતું મુકીને બહાર દોડ્યા. બંનેએ એ વાછરડાને પકડ્યું. એને ગૌશાળામાં પાછું લઇ જવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ વાછરડું એવું અડીયલ કે એક ડગલું પણ આગળ ચાલે નહિ.

આખા દિવસ દરમિયાન આપણે કેટલા બધા કાર્યો અટોપતા હોઈએ છીએ! એમાં કોઈ નાનું કામ હોય ને કોઈ મોટું, કોઈ મહત્વનું હોય ને કોઈ તાકીદનું. કોઈ પણ પ્રકારનું કામ હોય. એ કરવાની યુક્તિ કે તરકીબ જણાવી ખુબજ જરૂરી છે.

એ સાચું છે કે સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી, પરંતુ કાળી મજુરી કે અંધાળો પરિશ્રમ જ કરવાથી કશું વળતું નથી. કોઈ પણ કામ સૂઝ અને અનુભવ માંગે છે. ફક્ત પરિશ્રમ કરવો પુરતો નથી. સાથે કાર્ય કુશળતા અને વ્યવહારુ જ્ઞાનની પણ એટલીજ જરૂર પડે છે.

આત્મવિશ્વાસ દ્વારા સફળતા

કેલીફોર્નીયાથી કેટેલીના ટાપુ ૨૫ માઈલ દુર છે. આ ચેનલને તરીને પર કરવાનું સાહસ ઘણાએ કર્યું છે તેમાંથી એક મહિલા હતી,     ફ્લોરેન્સ ચાડવિ
બધી તૈયારી બાદ ફ્લોરેન્સે તરવાનું શરુ કર્યું. અચાનક મોસમે મિજાજ બદલ્યો. ધુમ્મસ અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા ફ્લોરેન્સ ધ્રુજી ઉઠી. એમ છતાં એ તરતી રહી. પંદર કલાક બાદ એ હાંફી ગઈ એટલે એણે પાણી માંથી બહાર ખેચી લેવામાં આવી.
જો કે કિનારાથી એ માત્ર અડધો માઈલ જ દુર હતી. એણે ફરી તૈયારી શરુ કરી. બે મહીના બાદ ફરી એણે આ ચેનલ તરવાનો પડકાર ઝીલી લીધો. ફરી એજ ઘટનાનું પુનરાવર્તન થયું. એ થાકી ગઈ, હાંફી ગઈ, ધુમ્મસે એનો માર્ગ રોકી લીધો, આ વખતે એણે પૂરી શ્રદ્ધા સાથે તરવાનું ચાલુ રાખ્યું અને મનોમન બોલી ઉઠી:
"ધુમ્મસ ની પાછળજ મારા લક્ષ્યાંકના ટાપુની જમીન છે અને હું ત્યાં અચૂક પહોચીશ જ."
એ સફળતા પૂર્વક ચેનલ તરી ગઈ. એણે વિશ્વ વિક્રમ કર્યા. ચેનલ તરીને ઓળંગનાર વિશ્વની એ પ્રથમ મહિલા બની એટલુજ નહિ, પરંતુ અગાઉ જે પુરુષો તરીને ત્યાં પહોચ્યા હતા એના કરતા ફ્લોરેન્સે બે કલાક વહેલા પહોચી એક સાવ નવોજ વિક્રમ સર્જ્યો.

ફ્લોરેન્સની  કથામાંથી સફળતાના કેટલાક સિદ્ધાંતો  સમજવા મળે છે:
-આત્મવિશ્વાસ દ્વારા ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માંડયા 
-લક્ષ્ય કે ધ્યેય નક્કી કરો પછી થાકી જાઓ તો પણ એની પાછળ માંડ્યા રહો.
-તમારા સંકલ્પને એકદમ સ્પષ્ટ રીતે તમારી નજર સમક્ષ રાખો.
-કદી પણ બાજી અડધેથી  છોડી ન દો.
- મંઝીલ પર પહોચી રહ્યા છો એવું દ્રશ્ય મનમાં સાકાર કરતા રહો.

વાસ્તવિકતા સ્વીકારો અને આત્મવિશ્વાસ વધારો

ઓલિવર ક્રોમવેલ પોતાના અભૂતપૂર્વ સાહસ અને બહાદુરી માટે વિખ્યાત હતો. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલીથી ભરેલી હોય, તો પણ તેઓ તેની સાથે લડવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. આને લીધે આખા યુરોપિય સમાજમાં તેમને લોકો માનથી જોતાં અને મળવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. માતાઓ પણ બાળકોને ઓલિવરની બહાદુરીના પ્રસંગો સંભળાવી તેમના જેવા બનવાની પ્રેરણા આપતી હતી. એક દિવસ ઓલિવરની બહાદુરીથી પ્રભાવિત થઈને એક ચિત્રકાર તેમની પાસે આવ્યો અને તેમનું ચિત્ર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી.

    ઓલિવરે તેને પોતાનું ચિત્ર બનાવવાની રજા આપી. ચિત્રકાર ઘણો રાજી થયો. પરંતુ એક મુશ્કેલી તેને તેમાં દેખાઈ. ઓલિવર ઘણો સાહસિક અને બહાદુર હતો સાથે એટલો કુરૂપ પણ દેખાતો હતો.  તેના ચહેરા પર એક મોટો મસો હતો. જેને લીધે તે ઘણો ખરાબ દેખાતો હતો. ચિત્રકારે ઓલિવરના ચિત્રમાં મસાને ન દોર્યો. જેને લીધે ચિત્ર ઘણું સુંદર બન્યું. ચિત્રકાર જ્યારે ઓલિવર પાસે આ ચિત્ર લઈને પહોંચ્યો ત્યારે ઓલિવરે તેને કહ્યુ કે, તમારી કલાકૃતિ ઘણી સુંદર છે, પરંતુ આ ચિત્ર મારું નથી.

   ચિત્રકાર તેમનો ઈશારો સમજી ગયો. પછી તે મસા સાથેનું ઓલિવરનું ચિત્ર બનાવીને લાવ્યો. જેને જોઈને ઓલિવર ઘણો રાજી થયો અને કહ્યું કે, હા, આ ચિત્ર મારું છે. એટલે કે પોતાની શારીરિક અને માનસિક નબળાઈઓનો સ્વીકાર કરવાની તાકાત માણસની અંદર એવો આત્મવિશ્વાસ જગાવે છે કે, જે તેને તેની નબળાઈઓ હોવા છતાં પણ સફળ બનાવે છે.

glucose :-
- વાસ્તવિકતા સ્વીકારવાની તાકાત રાખો, ,,   તે તમારી અંદરના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

પોતાના ૫ર વિશ્વાસ રાખો

વિશ્વાસ રાખો કે વર્તમાન નિમ્ન સ્થિતિને બદલી નાખવાની શક્તિ દરેક મનુષ્યમાં પૂરતી માત્રામાં મોજૂદ  છે. તમે જે વિચારો છો, શોધો છો, જે પ્રાપ્ત કરવાની યોજના બનાવો છો તે આંતરિક શક્તિઓના વિકાસથી અવશ્ય પ્રાપ્ત કરી શકો છો.
વિશ્વાસ રાખો કે જે મહત્તા, સફળતા, ઉત્તમતા, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ વગેરે બીજા લોકોએ મેળવી છે તે તમે ૫ણ આંતરિક શક્તિઓ ઘ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમારામાં એ બધાં જ ઉત્તમ તત્વો મોજૂદ છે કે જેનાથી ઉન્નતિ થઈ શકે છે. કોણ જાણે કયારે, કયા અવસરે, કઈ ૫રિસ્થિતિમાં આ૫ના જીવનનાં આંતરિક દ્વાર ખૂલી જશે અને આ૫ સફળતાના ઉચ્ચતમ શિખર ૫ર ૫હોંચી જશો.
વિશ્વાસ રાખો કે તમારી અંદર અદ્‍ભુત આંતરિક શકિતઓ રહેલી છે. અજ્ઞાનતાના કારણે તમે મનની અજ્ઞાત, વિશિષ્ટ,અને રહસ્યમય શક્તિઓના ભંડારને ખોલતા નથી. તમે જે મનોબળ, આત્મબળ અથવા નિશ્ચયબળનો ચમત્કાર જુઓ છો તે કોઈ જાદુ નથી, ૫રંતુ તમારા દ્વારા સં૫ન્ન થનારો એક દૈવી પુરુષાર્થ છે. બધામાં આ અસામાન્ય તથા દૈવી શકિતઓ સમાનરૂપે રહેલી છે. સંસારના અનેક મહાપુરુષોએ જે મહાન કાર્યો કર્યા છે તે તમે ૫ણ કરી શકો છો. બસ જરૂર છે પોતાના પુરુષાર્થને જગાડવા માટે આત્મ શક્તિની ચિનગારી પ્રગટાવવાની.

ઇચ્છાને ઇન્સ્પિરેશન બનાવો

               વિશ યુ ઓલ ધ સક્સેસના મેસેજ તો તમને જીવનની દરેક પર્સનલ અને પ્રોફેશનલ પરીક્ષાઓ વખતે મળતાં જ રહેશે. તમારા વેલવિશર તમને ઢગલાબંધ સંદેશાઓ મોકલતા હશેપણ ખરેખરી સફળતા તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે   પોતે જ એકચ્યુઅલી સફળતા મેળવવા માટે દૃઢનિશ્ચયથી સંઘર્ષ કરશો.
  
  તીવ્ર ઇચ્છાથી જ વિકલાંગતા સામે લડીને વિજય મેળવનારૂં ઉદાહરણ જ્યારે નજર સમક્ષ હોય ત્યારે થાય કે ઇચ્છા જ માણસની ઇન્સ્પિરેશન બને છે. ઇચ્છા દુઃખની મા છે આ જૂની કહેવતને જડતાપૂર્વક પકડીને જો લકવાગ્રસ્ત વિલ્મા રૂડોલ્ફ જીવનભર સંતાપ કરે રાખ્યાં હોત તો ૧૯૬૦ના ઓલિમ્પિકમાં સૌથી ઝડપી મહિલા તરીકે પ્રથમ ક્રમાંકે ન આવ્યાં હોત અને તેમને ત્રણ સુવર્ણપદક પણ ન મળ્યા હોત. ટૂંકમાં જો માણસની કંઈ પણ કરી છૂટવાની ઇચ્છા તીવ્ર હોય તો તે ઇચ્છાને આશાવાદમાં ફેરવીને ધાર્યું નિશાન પાર પાડી શકાય. તમારા મનમાં જન્મેલી વિશને વાસ્તવિક બનાવીને સફળ બનવાનું આખરે તમારા હાથમાં છે. જીવનના કોઈ પણ તબક્કે નિર્ણય લેતી વખતે વ્યાપક સ્તરે તમારી ઇચ્છાઓને પોતે સમજવી જરૂરી છે. ઇચ્છાને ઓળખીને તેને ઇન્સ્પિરેશન બનાવોપણ તેને શોર્ટકટથી હાંસલ કરવાની આશા ન રાખોકારણ કે તેનાથી તમારી ઇચ્છા કે ધ્યેયને પામવાની ધગશનું મૂલ્યાંકન થાય છે.

જીવનની દિશા

    ગુરુત્વાકર્ષણના સિધ્ધાંત શોધક આઈઝેક ન્યુટન નું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું. ભણવામાંય એ સાવ સામાન્ય. ક્લાસના ખુબ હોશિયાર પણ તોફાની છોકરા સાથે ન્યુટન ને તકરાર થઇ. બધા પર રોફ કરતા આ છોકરાની ન્યુટને બરાબર પીટાઈ કરી. બીજા વિદ્યાર્થીઓ તો ખુશ થઈને ન્યુટન ને શાબાશી આપવા લાગ્યા. જો કે ન્યુટનના મનમાં એ વખતે વિચાર ઝબકયો કે શરીરની તાકાતમાં તો મેં એ છોકરાને હરાવ્યો, હવે બુદ્ધિની તાકાતમાં એને હરવું ત્યારે ખરો. આ ઘટના પછી ન્યુટન ના જીવનમાં વળાંક આવ્યો. ખુબ મહેનત કરવાનું શરુ કર્યું. નવું નવું શીખવાની અને કરવાની ધગશ ખીલવી.જાતે દિવસે એ મોટી વસ્તુઓના નાના નમુના બનાવવા લાગ્યો. એમના ઘર પાસે મોટી પવનચક્કી મારફતે લોટ દળવાની ઘંટી ચાલતી જોઈ. એના પરથી મને નાનકડી પવનચક્કી બનાવી નાખી. એનાપંખાપર એ ઉંદરને મૂકી દેતો અને ઉંદરના ચલાવના ભારથી ચક્કર ઘુમવા લાગ્યું. પાણીથી ચાલનારી ઘડિયાળ પણ એમણે આજ રીતે બનાવેલી, એ પછી સૂર્યઘડી પણ બનાવી. મકરસંક્રાંતિ પર પતંગની દોરી સાથે કાગળનું ફાનસ આજે આપણે ઉડાડીએ છીએ એનો પહેલો વહેલો પ્રયોગ ન્યુટને કરેલો. જીવનમાં આવેલા એ પરિવર્તનને કારણે નવું જાણવાની, જોવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની તાલાવેલી વધતીજ રહી અને નાનપણના એ સંસ્કારબીજ આગળ જતા ખુબજ ફૂલ્યા ફાલ્યા અને મહાન વિજ્ઞાની તરીકે એ પંકાયા. જગવિખ્યાત વિજ્ઞાની બન્યા છતાંય એમનામાં નમ્રતા ભારોભાર હતી. અનેક મોટી શોધના શોધક બન્યા છતાં એતો એમાજ કહેતો કે, હું તો હજી સાગરકાંઠે છીપલાં વીણતો અબુધ બાળક જ છું !
 glucose :- દરેકના જીવનમાં પરિવર્તનની કોઈ ને કોઈ પળ તો આવતીજ હોય છે. આ પળે જે જાગી જાય છે. અને કોઈ ચોક્કસ દિશા પકડી લે છે તો એમના વિકાસને કોઈ રોકી શકતું નથી.

શ્રદ્ધા દ્વારા સફળતા

 મોટાભાગના તબક્કે આપણે પોતાના વ્યક્તિત્વને બીજા દ્વારા સંચાલિત કરીએ છીએહોવું તો એ જોઈએ કે આપણે પોતાના વ્યક્તિત્વ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએકોઈપણ કામ કરો આ વાત ઉપર વધુ ધ્યાન ન આપો કે લોકો આપણા વિશે શું વિચારતા હશેબીજાની ટીકા ટિપ્પણીઓથી જવાબ આપણે સંચાલિત થવા લાગીએ છીએ તો એક મોટું નુકસાન એ પણ થાય છે કે આપણો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે.
આપણે પોતાના વ્યક્તિત્વ ઉપર જેટલા વધુ શ્રદ્ધા રાખીશું આપણી અંદર એક નવી યોગ્યતાનો જન્મ થશે અને તે છે સારી અને ખરાબ પરિસ્થિતિઓમાં જીવવાનો નિર્ણય આપણે પોતે લઈશુંજીવન બગીચા અને જંગલ બંનેની જેમ જીવવું પડે છે.
                 બગીચામાં ઝાડ-ફૂલ વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છેમાળી તેની બરાબર દેખભાળ કરે છેબગીચામાં બધા સુરક્ષિત હોય છેસજાવટ હોય છેત્યાં ખીલેલા ફૂલ માત્ર આકર્ષિત કરે છે પણ મનને પણ મોહી લે છેઆપણુ જીવન આ રીતે બગીચાની જેમ જ હોય છેપરંતુ જીવનનો એક પક્ષ જંગલ માફક પણ હોવો જોઈએપ્રકૃત્તિનું આ રૂપ વનમાં પણ જોવા મળે છેપરંતુ ત્યાં એક સ્વાભાવિકતા હોય છેજંગલનું રૂપ અણધડ અને અછૂતું હોય છે.
                 કોઈ માલિક કે માળીને તેની ઉપર પોતાનું નિયંત્રણ નથી કરેલ હોતુંત્યાં સંઘર્ષ હોય છેપણ સૌંદર્ય પણ હોય છેઆપણું વ્યક્તિત્વ ત્યાં જંગલની જેમ હોય છે તો તેની અભિવ્યક્તિ તદ્દન અલગ રહેતી હોય છેએટલા માટે જૂના સમયમાં વનવાસનું પણ એક મહત્વ હતુંજીવનને વન અને બાગ બંનેમાંથી પસાર કરવું જોઈએસુવિધા અને સંઘર્ષ બંને પોત-પોતાની શીખ આપીને જાય છેજેટલા આપણે વ્યક્તિત્વ ઉપર શ્રદ્ધાવાન થઈશું આપણે એ પરિસ્થિતિઓથી પરિચિત થઈ જઈશુંપોતાના વ્યક્તિત્વ ઉપર પાછા ફરવા માટે એક સરળ માધ્યમ છેજીવનમાં સંત્સંગની તકને બનાવી રાખો..

મહેનત પર વિશ્વાસ અને ઈશ્ર્વર પર અતૂટ શ્રદ્ધા

કરમાન દેશના રાજા ભગવાનના બહુ મોટા ભકત હતા. તેઓને એક કન્યા હતી જે ભગવાનની ભકત હતી. રાજાએ નિર્ણય કર્યો હતો કે, જે ભગવાનનો સાચો ભકત હશે તેની સાથે જ પુત્રીને પરણાવશે. દરમિયાન છોકરી ૨૦ વર્ષની થઈ ગઈ. એક દિવસ રાજાને એક યુવક મળ્યો જેના શરીર પર અત્યંત જરૂરી વસ્ત્રો જ હતાં. બીજી કોઈ વસ્તુ તેની પાસે નહોતી. રાજાએ તેને ભગવાનની મૂર્તિ સામે ધ્યાનમગ્ન સ્થિતિમાં જોયો. મંદિરમાંથી નીકળીને રાજાએ તેને પૂછ્યું તારું ઘર ક્યાં છે? તેણે કહ્યું પ્રભુ જયાં રાખે. તારું કામ કઈ રીતે ચાલે છે? તેણે જવાબ આપ્યો, જેમ પ્રભુ ચલાવે તેમ. રાજાને તે ભગવાન પર વિશ્વાસ રાખનારો છે તેવું લાગ્યું. તેમણે યુવકને પોતાની પુત્રી સાથે લગ્ન માટે રાજી કરી લીધો. લગ્ન પછી રાજાની પુત્રી પોતાના પતિ સાથે જંગલમાં પહોંચી. ત્યાં તેણે ઝાડની બખોલમાં સૂકી રોટલીનો એક ટુકડો રાખેલો જોયો અને પૂછયું ત્યારે પતિ બોલ્યો, આજે રાત્રે ખાવા માટે ગઈકાલે મેં થોડી રોટલી બચાવી હતી. આ સાંભળીને રાજાની પુત્રી રડવા માંડી ત્યારે પતિ બોલ્યો, હું તો જાણતો જ હતો કે તું મારા જેવા ગરીબ સાથે રહી નહીં શકે.રાજાની પુત્રીએ કહ્યું કે હું દુ:ખી એ માટે છું કે તમારામાં પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં કેટલી બધી ખોટ છે. કાલની ચિંતામાં તમે રોટલીનો ટુકડો બચાવીને રાખ્યો. શું તમને ભગવાન પર વિશ્વાસ નથી?પત્નીની વાત સાંભળીને શરમથી યુવકે રોટલીના ટુકડાનો ત્યાગ કર્યો. ઈશ્ર્વરમાં અતૂટ આસ્થા રાખીનેઆપણી મહેનત પર હંમેશા વિશ્વાસ કરવો  જોઈએ.

free click here