Sunday, April 26, 2015

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 4)

   


[16] સંપૂર્ણતાનો આગ્રહ રાખો : દુનિયામાં દરેક વખતે દરેક વસ્તુ પરિપૂર્ણ હોઈ શકે. ઉદાત્ત હેતુઓથી થયેલાં ઉત્તમ કામોમાં પણ ક્યાંક કંઈક અપૂર્ણતા રહી જવા પામે તેવું બને. સ્વાભાવિક છે. કમનસીબે આપણા મનને સંપૂર્ણતા પકડીને બેસી જવાની ટેવ હોય છે. અને પ્રક્રિયામાં આપણે આપણા મનને અને મિજાજને અપૂર્ણ બનાવીએ છીએ. વાહિયાત ચક્રમાંથી બહાર નીકળીએ.


[17] આપણે મશીન બનીએ : આપણે ઘણી વાર મશીનની જેમ વર્તીએ છીએ. કોઈ વખાણ કરે કે સ્મિત આપીએ અને અપમાન કરે તો ભવાં ચઢાવીએ. હંમેશાં આપણે એક સરખી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. જુદી રીતે પ્રતિસાદ આપવાની આપણને છૂટ હોવી જોઈએ.


[18] રમૂજવૃત્તિ કેળવો : દરેક વ્યક્તિને બાળસહજ તોફાનીપણું ઈશ્વરે આપ્યું હોય છે. રમતિયાળપણાને જીવંત રાખો. રમૂજ આકરી સ્થિતિને હળવી બનાવી દે છે. રમૂજવાળો માણસ ગમે તેવા સંઘર્ષમાંથી પાર ઊતરે છે. રમૂજ તમને અપમાનથી બચાવે છે. અપમાન અને અવહેલનાથી ભરેલી દુનિયામાં રમૂજ એક તાજી હવાના સ્પર્શ જેવી છે. પણ હા, રમૂજમાં હંમેશાં કાળજી ભળવી જોઈએ. તેનો અતિરેક થાય તો ખરાબ. શાણપણ અને સંવેદનશીલતા વિનાની રમૂજ સમસ્યાઓ સર્જે છે.


[19] ભૂલ થવાનો ડર રાખો : ભૂલ થઈ ગઈ છે તેવું ભાન તમને તમે નિર્દોષ હો ત્યારે થાય છે. જે કોઈ ભૂલ થઈ માટે પોતાની જાતને પાપી ગણો, કેમ કે વર્તમાન ક્ષણમાં તમે નવા અને શુદ્ધ છો. ભૂલો કરવાનો ડર રાખો. પણ હા, એક ને એક ભૂલ ફરી કરો.


[20] તમારા પૂર્વગ્રહોને અતિક્રમી જાઓ : તમારા પૂર્વગ્રહો તમને આસપાસના લોકો સાથે મુક્તપણે એકરસ થવા દેતા નથી. કોઈની સામે પૂર્વગ્રહ રાખો. સાથે , તમારી પોતાની ઓળખ અંગે પણ ક્ષોભમાં રહો. પૂર્વગ્રહને અતિક્રમીને તમે સહજ બની શકશો અને તમારી જિંદગીની ગુણવત્તા બહેતર બનશે.

No comments:

Post a Comment

free click here