Friday, August 10, 2012

જીવનની સાર્થકતા

અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે કોઈ જુવે, બચાવે  એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો.
ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે."
 યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું,  " ભાઈ, હું તારા ઈરાદામાં કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? "
યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. "
 વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? "
યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે."
 વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી  કઈ બધા દુખોનો અંત નથી આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે, એકડે એક થી અભ્યાસ કરવો પડશે. એની સામે અત્યારેતો તે જેટલા ધોરણ પાસ કર્યા છે એનાથીજ આગળ વધવાનું રહેશે."
 વૃદ્ધાની વાત સાંભળી યુવાને આત્મહત્યાનો વિચાર પડતો મુક્યો. અને ચુપચાપ ઘર ભણી વળ્યો.
glucose :- 
જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમાજ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે.

No comments:

Post a Comment

free click here