બહાનાબાજી એટલે કસુર કે દોષની ગંભીરતા ઓછી કરવા માટે કારણ દર્શાવવું, જવાબદારીમાંથી છટકવા માટે પેતરાં રચવા, પોતાના કૃત્યોના બચાવ માંતેસચી-ખોટી દલીલો કરવી.
બહાનાબાજી માટે મોટી કીમત ચૂકવવી પડે છે.જ્યોર્જ વોશિંન્ગટને કહ્યું છે : " ૯૯ ટકા નિષ્ફળતા એવા લોકોના જીવનમાં આવે છે, જેમને બહાના બનાવવાની ટેવ હોય છે."
બે પડોશીઓની આ વાત છે.
બન્નેએ પોતાના બંગલાના આંગણામાં સુંદર મજાના બગીચા બનાવ્યા હતા.
એક દિવસ એક પાડોશી બીજાને ત્યાં ઘાસ કાપવાનું મશીન થોડીવાર વાપરવા લઇ આવવા માટે ગયો.
બીજા પડોશીએ કહ્યું : " હું તમને ઘાસ કાપવાનું મશીન આપી શકીશ નહિ, કારણકે મુંબઈ થી બેંગ્લોરની બધીજ વિમાની સેવા આજે રદ થઇ છે."
પહેલા પડોશીએ નવી સાથે પૂછ્યું: " મુંબઈ થી બેંગ્લોરની વિમાની સેવા રદ થવાને અને ઘાસ કાપવાનું મશીન મને આપવાને શું લાગે વળગે? "
બીજો પડોશી કહે: " આમ તો એ બન્ને વચ્ચે કંઈ લાગતું વળગતું નથી, પરંતુ મારું ઘાસ કાપવાનું મશીન હું તમને આપવા માંગતો નથી એટલે મારે કોઈ બહાનું તો બતાવવું પડે ને ?"
રમુજ ને બાજુમાં રાખીએ તો પણ ઉપરની વાત સોએ સો ટકા સાચી છે.કોઈ પણ બહાનું એટલે બીજું કશુજ નહિ, પરન્તું પરંતુ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર જ છે.
બહાનાબાજી એટલે કસુર કે દોષની ગંભીરતા ઓછી કરવા માટે કારણ દર્શાવવું, જવાબદારીમાંથી છટકવા માટે પેતરાં રચવા, પોતાના કૃત્યોના બચાવ માંતેસચી-ખોટી દલીલો કરવી.
બહાનાબાજી માટે મોટી કીમત ચૂકવવી પડે છે.જ્યોર્જ વોશિંન્ગટને કહ્યું છે : " ૯૯ ટકા નિષ્ફળતા એવા લોકોના જીવનમાં આવે છે, જેમને બહાના બનાવવાની ટેવ હોય છે."
નિષ્ફળતા સંતાડવા માટે કરવામાં આવતી બહાનાબાજી લાંબો સમય ટકતી નથી. બહાનું બતાવવાથી તાત્કાલિક કદાચ રાહત મળી જાય, પણ વહેલા-મોડા એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. નાણાંથી કિંમત ચૂકવવી પડતી હોય તો સમજ્યા કે પૈસા તો ફરીથી કમાઈ લેવાશે, પરંતુ અણદીઠી કિંમત જે આપણે ચૂકવવી પડે છે તે આપણને ભારે નુકસાન પહોચાડે છે. બહાનાબજીના આવા ભારે નુકસાન શું છે ?
glucose :-
- આપણા વિશે જે હકીકત છે એનો સામનો કરવાથી એ આપણને વંચિત રાખે છે.
- આપણી ભૂલોને સુધારવાથી એ આપણને દુર રાખે છે.
- આપણી નબળાઈઓ દુર કરી, આપણા ચારિત્ર્ય અને પ્રતિભાની ખીલવાની કરવાથીએ આપણને વંચિત રાખે છે.
- માટે બહાનાબાજી છોડી વાસ્તવિકતાનો સ્વીકાર કરો સફળતા કદમ ચુમશે.
No comments:
Post a Comment