દેડકાની ટોળી ચાલી જતી હતી, શિસ્તમાં ચાલવું એવો નિયમ,
બે દેડકાઓએ નિયમનો ભંગ કર્યો બંને એક ખાડામાં પડી ગયા.
ટોળીના બાકીના દેડકો એ ખાડાની ફરતે ઉભારહી ગયા. જોયું તો ખાડો ઉંડો હતો, એમ છતાં ખાડાની અંદર પડી ગયેલા દેડકો બહાર આવવા માટે કુદાકુદ કરતા હતા.
બહાર ઉભેલા દેડકાઓને લાગતું હતું કે દેડકા જેવા જીવ માટે એ ખાડો ખુબ ઊંડો હતો.
ગમે તેટલી મહેનત કરે તો પણ તેમાંથી બહાર આવવું વ્યર્થ હતું.
આ દરમિયાન પેલા બંને દેદ્કાતો કુદકા મારી બહાર આવવાની કોશિશ કરતાજ હતા.
આ જોઇને બાકીના દેડકા એને કહેવા લાગ્યા:
"ખાડો ખુબ ઊંડો છે. તમે બહાર નહિ નીકળી શકો. નકામી મહેનત કરવાનું છોડો.
શાંતિથી એક ખૂણામાં બેસો અને મૃત્યુના શરણે જાઓ."
એક દેડકો આ શબ્દો સાંભળી ગયો. એને પ્રયત્નો છોડી દીધા. ચુપચાપ મૃત્યુની રાહ જોવા લાગ્યો,
પણ બીજાએ તો જીવ ઉપર આવીને કુદકા મારવાનું ચાલુ જ રાખ્યું. થાકી ગયો, હાંફી ગયો પણ એને પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે એક વાર એવું જોર લગાવ્યું કે એ ખાડાની બહાર આવી ગયો.
બધા દેડકાને નવી લાગી અને કહેવા લાગ્યા: "અમેતો તને છલાંગ લગાવવા ની ના પડતા હતા
તો પણ તે શું વિચારીને પ્રયત્નો ચાલુ રાખ્યા?"
પેલો દેડકો કહે: 'હૂતો સાંભળતો જ નહોતો. મને તો એમ કે ખાડા ફરતે ઉભારહી બહાર આવી જવા માટે તમે મને પાનો ચડાવતા હશો. બસ, એમ માનીને મેં છલાંગો લગાવવાનું ચાલુ રાખ્યું.'
glucose :-
શબ્દોની તાકાતમાં જીવન અને મૃત્યુ સમાયેલા છે. કડવા, હતાશ કરી મુકતા શબ્દો ના માત્ર બીજાના દિલને ઠેસ પહોચાડે છે, પરંતુ નિરાશા અને મૃત્યુના કારણ પણ બની શકે છે. બીજી બાજુ મીઠા પ્રોત્સાહક શબ્દો બીજાને ઉંચે આવવામાં અને પ્રયત્ન માં પછી પાણી નહિ કરવાનું બળ બની શકે છે.
No comments:
Post a Comment