એક સમયની વાત છે, એક વિશાળ સામ્રાજ્યનો રાજા પોતાના મહેલ થી દુર એક ગ્રામીણ વિસ્તારના પ્રવાસે જાય છે, આ વિસ્તાર તેના મહેલથી ખુબ દુર હતો. જયારે તે પ્રવાસેથી પાછો પોતાના મહેલ પર ફરે છે ત્યારે તે ફરિયાદ કરે છે કે પોતાના પગ પર ફોલ્લા પડી ગયા છે અને પગ પણ ખુબ દુખે છે. રાજા પહેલીજ વાર આટલા દુર સુધી પ્રવાસે ગયો હતો.અને રસ્તો પણ ખુબ નિર્જન અને પથરાળ હતો.
તે પોતાના સૈનિકોને હુકમ કરે છે કે આપના રાજ્યના તમામ રસ્તાઓને ચામડાથી મઢી દો, જેથી ફરીવાર આવું ના બને.
આ સંભાળીને સિપાહીઓ એક બીજાના મોઢા જોવા લાગે છે, કારણકે એતો સીધી વાત છે કે આમ કરવા માટે ખુબ બધા પ્રાણીઓના ચામડાની જરૂર પડે, અને પૈસા પણ પુષ્કળ જોઈએ.
ત્યારે તેનો એક વફાદાર સૈનિક હિંમત કરીને કહે છે કે મહારાજ, શા માટે તમે આટલો બધો વણજોઈતો ખર્ચ કરવો છો, તમે એક નાનો ચામડાનો કટકો લઈને તમારા પગને કેમ નથી ઢાંકી દેતા?
રાજા આશ્ચર્યચકિત થઇ જાય છે, અને થોડા સમય પછી સૈનિકની કીમતી સલાહનું પણ અનુસરણ કરે છે. અને પોતાના પગ માટે બુટ બનાવી લે છે.
glucose :-
જીવન જીવવા માટે સારા જગતનું નિર્માણ કરવું હોય તો પોતાની જાતને, પોતાના મન અને વિચારને બદલો દુનિયા આપો આપ બદલાઈ જશે.
No comments:
Post a Comment