Monday, November 26, 2012

How can success ?


One year has 365 days. There are 52 Sundays in a year, which are holidays.
           Balance  313 days
Summer holidays 50 when weather is hot and it is difficult to work.
           Balance  263 days
8 hours daliy sleep means 122 days.
           Balance  141 days
1 hours daliy for playing and other things means 15 days.
          Balance  126 days
2 hours daliy for daliy food means 30 days.
          Balance  96 days
1 hours for talking with friends and others means 15 days.
          Balance  81 days
Shoping  per years at least 35 days.
          Balance  46 days
Quarterly, half year and festival holidays means 40 days.
          Balance  6 days
For sickness at least 3 days.
          Balance  3 days
Movies and functions at least 2 days.
          Balance  1 days
That one day is yoar birth day.

So how can success  ?????

Friday, November 23, 2012

18 chapters of shri bhagwad geeta

shree krishna
Life   is    a challenge          - meet it.
Life   is    a gift                     - accet it.
Life   is    an adventure        - dare it.
Life   is    sorrow         - over come it.
Life   is    tragedy                  - face it.
Life   is    duty      - perform it nicely.
Life   is    a game       - play and win.
Life   is    a mystery          - unfold it.
Life   is    a song                    - sing it.
Life   is    an opportunity      - take it.
Life   is    a journey       - complete it.
Life   is    love                 - discover it.
Life   is    promise                - fulfil it.
Life   is    a beau               - praise it.
Life   is    truth                  - realize it.
Life   is    struggle                 - fight it.
Life   is    puzzle                  - solve it.
Life   is    a goal               - achieve it.

Self Improvement Topics


  
          The-a-b-c-of life
 
A    for      aspire to reach your gole.
B    for      belive in your self.
C    for      create good life.
D    for      dream about good things.
E    for       exercise frequently.
F    for       forgive honest mistakes.
G    for      glorify your self creative spirit.
H    for      humour your self and others.
I     for       imagine great things.
J     for        joy fully live each day.
K    for        kindly help others.
L    for        love each others.
M   for       meditate daily.
N    for      nurture the environment.
O    for       organize your self.
P     for       praise the performance.
Q     for       question most things.
R     for       regulate your self.
S      for       smile often.
T      for       think positive.
U     for       understand your self.
V      for       value the time.
W     for       work for good cause.
X      for       x-ray & examine the problems.
Y      for       yearn to improve.
Z      for       zeal is must for a successful life.

The master key of life



                          Tr. Haresh padaliya

મોટાભાગના માણસો જીવનને એક મહાયુધ્ધ માને છે,પણ એવું નથી.એ તો માત્ર એકગેમ (ખેલ)છે.પરંતું એ એક એવી ગેમ છે,જો કુદરતના નિયમોનું જ્ઞાન ન હોય તો,તેને સફળપણે રમી ન શકાય.જેમ વિજળી મનુષ્યની ઉપયોગી બને તે પહેલા વીજળીનો નિયમ જાણવો જોઇએ.અજ્ઞાનપણે તેનો ઉપયોગ કરીએ તો તે જીવલેણ કે નુકસાનકારક સાબિત થાય.
વાવોતેવુંલણો :  કબીરજી એ કહ્યું છે ને કે,
“बोया पेड बबुल का आम कहा से होत ।”
              આપણે જે વાવીએ છીએ તે જ મેળવીએ છીએ.અહીં આપણે આપણા મનરૂપી જમીનમાં જે વાવેતર કર્યું     છે અને હવે પછી જે વાવેતર કરવાના છીએ તેની વાત કરવાની છે.માણસ તેના શબ્દો કે વિચારો દ્વારા જે બહાર   વહાવે છે તે જ તેના તરફ બુમરેંગની જેમ પાછું ફરે છે.તમે કોઈ ને ધિક્કારશો તો તમે ધિક્કાર પામશો,પ્રેમ આપશો તો પ્રેમ પામશો,ટીકા કરશો તો ટીકા જ પામશો.

હકારાત્મક કલ્પના જિંદગીની રમતમાં કલ્પનાશકિતનું ઘણું જ મહત્વ છે.માણસ જેવી કલ્પના કરે તે વહેલે કે મોડે બાહ્ય આકાર ધારણ કરે જ છે.કોઈ માણસને અમુક પ્રકારના રોગનો ભય હોય અને તે સતત ભયને કારણે એવી જ કલ્પના કરે છે તો તે રોગનો ભોગ બને છે. માટે આપણે વિકૃત કે નકારાત્મક કલ્પનાઓ ન કરવી જોઈએ.જો આપણે હકારાત્મક કલ્પનાઓ કેળવવી હોય તેમજ આરોગ્ય,મૈત્રી,પ્રેમ,ઊંચા આદર્શની કલ્પનાઓ સફળપણે કરતાં શીખવું પડે,તે માટે આપણે આપણા મનની પ્રક્રિયા સમજવી જોઈએ. મનનાં મુખ્ય બે પ્રકાર છે. જાગ્રત મન અને અર્ધજાગ્રત મન. મન આપણા શરીરમાં રહેલી શકિતનું એક અદ્રશ્ય કેન્દ્ર છે.  
                 
જાગ્રત મન : જાગ્રત મનને બાહ્ય મન કહી શકાય, જેની પાસે શક્તિ મર્યાદિત છે. તે માત્ર જાગ્રત અવસ્થામાં જ કામ કરે છે, તેની પાસે સમજણ અને બુધ્ધિ શક્તિ રહેલી છે.તેની પાસે દરેક પ્રકારના નિર્ણય લેવાની શક્તિ છે.
અર્ધજાગ્રત મન : અર્ધજાગ્રત મનને આંતર મન કહી શકાય,તે વીજળી જેવી શક્તિ ધરાવે છે.આ શક્તિ અમર્યાદિત છે,તે ચોવીસ કલાક કામ કરે છે.આપણા શરીર અંદરની દરેક ક્રિયાઓ પર તે નિયંત્રણ ધરાવે છે.
                     
                 માણસ જે કાંઈ બહુ તીવ્રતાથી અનુભવે કે જેની બહુ ચોકસાઈથી કલ્પના (વિઝયુલાઈઝ)કરે તેની પુરી વિગતો અર્ધજાગ્રત મન પર અંકાઈ જાય છે. કારણકે,તે માત્ર કલ્પના(વિઝયુલાઈઝ) કે મનોચિત્રણની જ ભાષા સમજે છે.પણ હા એ યાદ રાખવું જોઈએ કે કલ્પનાની સાથે ભાવ કે લાગણી અને તીવ્ર ઈચ્છા હોવી જોઈએ.,તો જ તેની અસરકારકતા રહેશે નહિં તો એ માત્ર દિવાસ્વપ્ન જ બની રહેશે.
             હવે આપણને પ્ર્શ્ન થાય કે આ અર્ધજાગ્રત મનનો  ઉપયોગ કેવી રીતે કરવો ? જાગ્રત મન પાસે વિચારવાની શક્તિ હોય છે,કોઈપણ બાબતનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે જ્યારે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વ્રારા જે કાંઈ અર્ધજાગ્રત મન સુધી પહોંચે છે તેમાં તે કોઈ ભેદભાવ રાખ્યા વગર જ તેનો તે સ્વીકાર કરે છે.એટલે કે આપણે જે કાંઈ અર્ધજાગ્રત મન સુધી પહોંચાડીએ તે તેને વાસ્તવિક બનાવવા કામે લાગી જાય છે.પછી તે સારું હોય કે નરસું તે દરેક બાબતનો સ્વીકાર કરે છે.માટે આપણે એ ધ્યાન રાખવું પડે કે માત્ર તેના સુધી હકારાત્મક (positive) બાબતો જ પહોંચે.

             કમ્પ્યુટરનો એક સિધ્ધાંત છે ગીગો સિધ્ધાંત. (GIGO = Garbage in, Garbage out) જે આપણા માટે પણ એટલો જ સાચો છે.
ખોટું નાખશો , ખોટું બહાર આવશે.
(Wrong in , wrong out)
સાચું નાખશો , સાચું બહાર આવશે.
(positivity in , positivity out)
સારું નાખશો , સારું બહાર આવશે.
(Good in , good out)


હકારાત્મક શબ્દોની શક્તિ :

“ જો તમે એમ વિચારતા હો કે એ તમે કરી શકો અને તમે એમ વિચારતા હો કે એ તમે નહીં કરી શકો ,
તો તમે બન્ને બાજુ ઠીક છો.”

“If you think you can or if you think you can’t, you are right.”
Henry Ford  
             
                              માણસ ઘણીવાર ખોટા ,નિરર્થક શબ્દો વડે પોતાના જીવનનો આ ખેલ ભયંકર બનાવી મૂકે છે.જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે,તે વાતચીતમાં હંમેશા સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટેના જ નિયમો બનાવતો રહે છે.       
                              એક સ્ત્રી પાસે પુષ્કળ પૈસા હતા.સુંદર વસ્તુંઓથી ઘર સજાવેલું હતું પણ ઘરની સાર સંભાળ અને વ્યવસ્થિત કરવામાં તે એટલી બધી થાકી જતી કે ઘણીવાર કહ્યા કરતી; “ મને આ બધી ચીજોનો થાક લાગે છે,કંટાળો આવે છે, ને એમ થાય છે કે,આના કરતાં નાના મકાનમાં રહેતી હોત તો સારું થાત.” તેના શબ્દો બુમરેંગની જેમ પાછા ફર્યા.તેને ખરેખર નાના મકાનમાં રહેવાનું આવ્યું.  
                              દરેક માણસની જિંદગીના માર્ગ પર હંમેશા વિપુલતા-ભરપુરતા રહી હોય છે,પણ તે ઈચ્છા,શ્રધ્ધા અને ઉચ્ચારીત શબ્દો વડે જ આવિર્ભાવ પામે છે. પણ પ્રથમ પગલું આપણે જ ભરવું પડે. ઘણીવાર આપણી બુધ્ધિ હકારાત્મક શબ્દોને કે વિચારોને ન સ્વીકારે છતાં પણ આપણે હંમેશા હકારાત્મક વિચારો અને શબ્દોનો પ્રયોગ કરતાં રહેવું જોઈએ. એક માણસ હંમેશા કહેતો; “ હું બસસ્ટોપ પર પહોંચું કે હંમેશા બસ ઉપડી જ ગઈ હોય છે.” આ માણસે પોતાના શબ્દો વડે પોતાનો નિયમ બનાવી લીધો છે. માટે હંમેશા તેઓ બસ સ્ટોપ પર પહોંચે ને બસ ઉપડી ગઈ હોય છે.જયારે બીજો એક માણસ એમ કહેતો; “ મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી. હું જેવો બસ સ્ટોપ પર પહોચું કે બસ આવી જ હોય છે.” આ વ્યક્તિ એ પણ પોતાના માટે નો નિયમ બનાવી લીધો છે,માટે તેણે બસ ગુમાવવાનો સમય નહિં આવ્યો હોય.

માણસે પોતાના શબ્દો ત્રણ હેતુ માટે વાપરવા જોઈએ.
(1) સાજા થવા માટે  (2) આશિર્વાદ આપવા માટે  (3) સમૃધ્ધ થવા માટે .


સફળતાના અવરોધ : 

                           શંકા,ભય,ઈર્ષ્યા,નફરત,ચિંતા આ બધા માણસની સફળતા અને ઈચ્છાઓના દુશ્મનો છે.માણસ અને તેની સફળતા તથા મનમાં રહેલી ઈચ્છાઓ વચ્ચે તે બધા અવરોધક છે.માણસ કોઈપણ કામ “ થશે કે નહિં ?” એવી ચિંતા વગર ઈચ્છા કરે તો તેની દરેક ઈચ્છા અને કામ તત્કાળ પૂરા થશે.અભાવનો ભય,નિષ્ફળતાનો ભય,સલામતીનો ભય આવા કેટલાય ભયને જો આપણે આપણા મનમાં સ્થાન આપીએ ,તો તે આપણી શુભ ઈચ્છાઓ કે દરેક કાર્યમાં તે અવરોધક બનશે જ, માટે આપણે ભયને સ્થાને શ્રધ્ધા કે વિશ્વાસનું સ્થાપન કરવું જોઈએ.
                         એક સફળ માણસે પોતાના રૂમમાં મોટા અક્ષરે લખી રાખ્યું હતું “ચિંતા શા માટે કરવી ? કદાચ એવું કયારેય નહીં બને.” સતત આ વાંચતા રહીને તેણે પોતાના મનમાંથી ભયને કાયમી માટે દૂર કરી નાખ્યો.
               કોઈપણ કાર્ય શરૂ કરતાં કે શરૂ કરી દિધા બાદ જો માત્ર ટાંકણીની અણી જેટલી પણ શંકા કરવામાં આવે તો તે નિષ્ફળતાની શરૂઆત છે.માટે મનમાં કોઈપણ જાતની શંકા વિના કાર્ય કે ઈચ્છા કરવી જોઈએ.ઈર્ષ્યા, ધિક્કાર,ભય,અને ક્ષમાનો અભાવ વિવિધ રોગ જન્માવે છે.માટે જો આ બધા શત્રુઓનો નાશ કરવો હોય તો પ્રેમ અને શુભેચ્છા વહાવો.તે અંદરના અને બહારના શત્રુઓનો નાશ કરે છે.કારણ કે,જેવું અંદર હોય તેવું બહાર હોય છે.

“તમારા દુશ્મનનું ભલું ઈચ્છો અને એમ કરીને એનાં શસ્ત્રો છીનવી લો.”

માન્યતા બદલો  : 

                             અમેરિકાના એક નાના ગામમાં એક સામાન્ય આર્થિક સ્થિતીના ખેડૂતે ગામથી થોડે દૂર જંગલ પાસે નાનું ખેતર (ફાર્મ) ખરીદ્યું.એક દિવસ તે તેના ફાર્મ પર ગયો ત્યાં સાપ નિકળ્યો તે દૂરનાં જંગલમાં ફેંકી આવ્યો.રોજ ને રોજ અહીં સાપ નિકળે રોજ તે જંગલમાં ફેંકી આવે. તેની સાથે આ જમીન પર સાપ નિકળ્વાની સંખ્યા રોજે રોજ વધતી ગઈ, હવે તે ખૂબ કંટાળ્યો તેને ખેતી કરવામાં મુશ્કેલી પડવા લાગી. તેણે વિચાર કર્યો અને ખેતેરની ફરતે દિવાલો ચણી કાઢી, છતાં પણ તે જમીનમાંથી સાપ નિકળ્યા જ રાખે.એટલે તેણે ત્યાં સાપ બહાર ન આવે તેટલા માટેની પૂરતી વ્યવસ્થા કરી, આ ફાર્મમાં તે સાપને રાખવા લાગ્યો એને એક મોટું સર્પ ફાર્મ તૈયાર કર્યું , તેની પ્રસિધ્ધિ એટલી વધી કે આજુ બાજુના દરેક લોકો તેને જોવા આવવા લાગ્યા અને તે ખેડૂતે સમૃધ્ધ બની ગયો.                                                                                                           
                               અહીં સમજવાનું એ છે કે જો આપણે દરેક બાબતમાં યોગ્ય,હકારાત્મક વલણ ,માન્યતા અપનાવીએ તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી તો માર્ગ નિકળે જ પણ તે સાથે સાથે આપણને સમૃધ્ધ અને પ્રસિધ્ધ પણ બનાવે છે.
           એક માણસ સવારે સમુદ્ર કિનારે ફરવા નિકળ્યો,તેણે જોયું કે સમુદ્રના મોજાંની સાથે એટ્લીય માછલી કિનારે આવી જતી અને જયારે મોજાં પાછા ફરે ત્યારે એ માછલીઓ કિનારે જ રહી જતી અને મરી જતી.માણસ આગળ ચાલ્યો એક એક માછલી ઉપાડીને સમુદ્રમાં ફેંકવા લાગ્યો.ત્યાં ઉભેલો બીજો માણસ આ જોઈને સમજી ન શક્યો કે તે માણસ શું કરી રહ્યો છે.તેણે આગળ આવીને પહેલા માણસને પૂછયું, “તું આ શું કરી રહ્યો છે?” એ માણસે કંઈ જવાબ ન આપ્યો,બે ડગલા આગળ ચાલી એક માછલી પાણીમાં નાખીને બોલ્યો, “આનાથી આ એક માછલીને ફર્ક પડે છે.”
            મોટાભાગના માણસોની એવી ખોટી માન્યતાઓ હોય છે કે, હું આમ ન કરું તો શું ફર્ક પડે?,મારા આમ વિચારવાથી શું ફર્ક પડે ?,મારાથી આમ ન થાય, તેમ ન થાય,હું આ ન કરી શકું મને એ ન આવડે.... તમારી આવી માન્યતાઓથી બહું મોટો ફર્ક પડે છે.આવી માન્યતાઓ જ તમારી જિંદગીમાં અવરોધક હોય છે,માટે તમારી આ માન્યતાઓ આજે જ બદલવાનું શરૂ કરી દો. “માન્યતા બદલો જિંદગી બદલાઈ જશે.”તમે માનવાનું શરૂ કરો કે આ કામ મારાથી થઈ શકે,હું ધારેલા ધ્યેય,લક્ષ્ય સુધી પહોંચી શકું જ. તમે તેમાં સફળ થશો જ.
“ સફળ થવાના વિચારથી જ 50 % સફળતા ત્યારે જ મળી જાય છે,જ્યારે બાકીની 50 % સફળતા પ્રયત્ન દ્વારા મળે છે.”
અર્ધજાગ્રત મન શક્તિનો સ્રોત : ઈશ્વરે બનાવેલી કોઈપણ બાબતો નકામી નથી,પણ એનો ઉપયોગ કરતાં આપણને આવડતું હોવું જોઈએ.આપણે કોઈ એક નવું બાઈક ખરીદીએ,પણ તેને પહેલા  ગિયરમાં જ ચલાવીએ અને પછી જો તેની એવરેજ ઓછી આવે ત્યારે આપણે બાઈક બનાવતી કંપની વિરુધ્ધ ફરિયાદ કરીએ તો એ કોની ખામી કહેવાય ? આપણામાં કે કંપનીમાં ? ઈશ્વરે આપણા પોતાનામાં અને જિંદગીમાં જરૂરિયાત મુજબનાં દરેક ગિયર
(શક્તિ)પહેલેથી જ આપેલા છે.પણ આપણે જો આ શક્તિઓને ન ઓળખીએ તો આપણે તેનો પૂરો અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકીએ? જો આપણે સમૃધ્ધ બનવું હોય અને સફળતાનો સ્વાદ ચાખવો હોય તો તેનો ઉપયોગ કરતા શીખવું પડે.
           કોઈ સ્ત્રીને તેનો પતિ માઈક્રોવેવ ઓવન ખરીદી આપે,તે સ્ત્રી ઓવનનો યોગ્ય ઉપયોગ કરી વાનગીઓ બનાવવાને બદલે એમાં માત્ર પાપડ જ શેકે તો તે સ્ત્રીની જ અજ્ઞાનતા કહેવાય. ઈશ્વરે આપણને દરેક વસ્તું હાંસિલ કરવાની શક્તિ આપેલી છે.આ શક્તિનો ભંડાર અને સ્રોત અર્ધજાગ્રત મન (આંતર મન)પાસે છે.તમે તેનો જેવો અને જેટલો ઉપયોગ કરશો તેટલું અને તેવું ફળ આપવા માટે એ પરિસ્થિતિ સર્જશે.
           અર્ધજાગ્રત મનની શક્તિનો ઉપયોગ કરવા અને તેના સુધી પહોંચવા વિઝયુલાઈઝેશન કરતા શીખવું પડે, તો ચાલો જોઈએ કેવી રીતે કરવું વિઝયુલાઈઝેશન ?


વિઝયુલાઈઝેશન કેવી રીતે કરવું ? :  

                              વિઝયુલાઈઝેશન કરવા માટે રીલેકસેશન કરવું જરૂરી છે. કારણ કે, મન અને શરીર જ્યાં સુધી રીલેક્સ ન હોય ત્યાં સુધી અર્ધજાગ્રત મન પાસે ન પહોંચી શકાય. હા ,પણ રેગ્યુલર પ્રેકટીશ બાદ જાગ્રત અવસ્થામાં પહોંચી શકાય.રીલેક્સ થવા માટે પહેલા પ્રાણાયામ કરવુ જોઈએ.    
                                               પ્રાણાયામ ટેકનીક
           સૌ પ્રથમ કોઈ એક શાંત જગ્યાએ આરામથી બેસી આંખ બંધ કરો.ધીમા અને ઊંડા શ્વાસ લો.તમારું ધ્યાન માત્ર તમારા શ્વાસ પર કેન્દ્રિત કરો.તમારા શરીરના દરેક અંગો ઢીલા છોડી દો અને મનમાં બોલતા રહો કે,તમારું શરીર રીલેક્સ થઈ રહ્યું છે,તમારા શરીર ના દરેક અંગ હાથ ,પગ, આંખ ,ગરદનનાં સ્નાયુ વગેરે રીલેક્સ થઈ રહ્યા છે.જેમ જેમ તમે બોલતા જાવ તેમ તેમ તમારું શરીર રીલેક્સ થતું જશે.આ રીતે તમારું મન અને શરીર શાંત થઈ જશે.આ રીલેક્સ અવસ્થા એ જ તમારી આલ્ફા અવસ્થા એટલે કે, અર્ધજાગ્રત અવસ્થા.

                                                           વિઝયુલાઈઝેશન ટેકનીક

             આલ્ફા અવસ્થામાં પહોંચ્યા બાદ આંખ બંધ રાખીને જ તમે ઈચ્છતા હોય,જે મેળવવા માંગતા હોય તે માત્ર ચિત્ર સ્વરૂપે જુઓ. એવી રીતે જુઓ કે ચિત્ર તમે બનાવી રહ્યા હોય કે આપમેળે એ બની રહ્યું હોય.એટલે કે તે હાલતાં ચાલતાં હોવા જોઈએ.ઈચ્છીત વસ્તું તમે મેળવી લીધી હોય તેવું જુઓ. એ વસ્તું તમે મેળવીને તમે ખુશ છો તેમજ તેનો એહસાસ તમારા રુંવાટા ઉભા થઈ જાય એવી રીતે કરો.તમારા માનસપટ પર જેટલા સ્પષ્ટ ચિત્રો હશે તેટલું વધુ સારું પરિણામ મળશે.

ધ્યાનમાં ાખવાની બાબત  :    
  
  વિઝયુલાઈઝેશનમાં ધ્યેયનું અંતિમ પરિણામ જ જોવાનું છે.
  વિઝયુલાઈઝેશન ઓછા થી વધુ સમય સુધી લંબાવો.
  ચાલુ વર્તમાનકાળમાં વિઝયુલાઈઝેશન કરવાનું છે.
નકારાત્મક બાબત તેના સુધી ન પહોંચે તે ધ્યાન રાખો.
નફરતનો ભાવ રાખીને કોઈ વિશે ખરાબ ઈચ્છો.તે આખરે તમને જ નુકસાન પહોંચાડશે.


“રાત્રે સુતા બાદ આવે તે સપના નહિં પણ,જે સુવા ન દે તે જ સપના પુરા થાય છે.”
                                                એ.પી.જે.અબ્દુલ કલામ

Tuesday, November 20, 2012

સુખની પૂંછડી

                      એક વખત બિલાડીનું એક નાનકડું બચ્ચું પોતાની પૂંછડીને પકડવા માટે ગોળ ગોળ ફરતું હતું. હજુ તો એ પૂંછડી મોંમાં પકડે ના પકડે ત્યાં જ એ છટકી જતી હતી. એનાં કારણે એ વારંવાર ગોળ ગોળ ફરતું હતું અને અહીંથી તહીં દોડતું હતું. એનો આ ખેલ એક ઘરડી બિલાડી ઘણી વારથી બેઠી બેઠી જોઈ રહી હતી. ખાસ્સી વાર થઇ પછી એણે ચક્કર ચક્કર ફરતાં એ બચ્ચાને પૂછ્યું : ‘બેટા! તું શું કામ તારી પૂંછડીની પાછળ દોડે છે? કાંઈ ખાસ કારણ ખરું?’ દોડતાં દોડતાં જ બચ્ચાએ જવાબ આપ્યો, ‘દાદી! મારા ભાઇબંધોએ મને કહ્યું છે કે સુખ નામની અદભુત ચીજ મારી પૂંછડીમાં સંતાઈ છે. અને હું જો પૂંછડીને બરાબર પકડી શકીશ તો એ મને મળી જશે! પણ ક્યારનું દોડું છું તો પણ એ પકડાતી જ નથી. ઊલટાનું મારે એની પાછળ પાછળ જ દોડ્યા કરવું પડે છે!’

              આ સાંભળી પેલી ઘરડી બિલાડી ખડખડાટ હસી પડી. ઊભી થતાં એ બોલી : ‘બેટા! મને પણ પહેલાં એવું જ હતું કે સુખ મારી પૂંછડીમાં જ સમાયેલું છે. એટલે હું પણ એની પાછળ પાછળ ખૂબ જ દોડતી. એટલું બધું દોડવા છતાં પૂંછડી તો મારા મોંમાં ક્યારેય આવતી જ નહીં. પણ હવે અનુભવે મને સમજાયું છે કે એમ દોડવું બિલકુલ નિરર્થક છે. એટલે મેં પૂંછડી પાછળ દોડવાનું બંધ કરી દીધું. પણ એ પછી હવે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં પૂંછડી જ મારી પાછળ પાછળ આવે છે!!’ એટલું કહી એણે ચાલવાનું શરુ કર્યું. બિલાડીના બચ્ચાએ જોયું તો સાચ્ચે જ પૂંછડી એની પાછળ પાછળ જ જતી હતી!!

Glucose :-  આપણા સૌના સુખનું પણ બિલાડીની પૂંછડી જેવું જ છે. એની પાછળ દોડાદોડી કરીએ ત્યાં સુધી દોડાવ્યા જ કરે અને જેવા એને અવગણીને ચાલવા લાગીએ કે તરત જ પૂંછડીની માફક આપણી પાછળ પાછળ ચાલવા લાગે છે!

પ્રાર્થનાના શબ્દો

                     ભરવાડનો એક નાનકડો છોકરો એક ચર્ચની બાજુની ખુલ્લી જગ્યામાં પોતાનાં ઘેટાં ચરાવી રહ્યો હતો. રવિવારની સવાર હતી. સામૂહિક પ્રાર્થના માટે લોકો ચર્ચમાં આવી રહ્યા હતા. આ તરફ પ્રથમ વખત જ આવી ચડેલા એ બાળકે ચર્ચ તેમજ સામૂહિક પ્રાર્થના એ બેમાંથી એકેય અંગે ક્યારેય કંઈ પણ સાંભળેલું નહીં. હા! ભગવાન વિશે પોતાનાં કુટુંબમાંથી થોડુંઘણું સાંભળેલું ખરું. પણ આટલા બધા માણસોને સવાર સવારમાં એક જ ઈમારતમાં જતા જોઇને એને ખૂબ જ નવી લાગી. કુતૂહલવશ એને ત્યાંથી પસાર થતાં એક માણસને પૂછ્યું કે બધા ક્યાં જાય છે? આ ઈમારત શેની છે અને બધા શું કરવા એક જ ઈમારતમાં જઈ રહ્યા છે? પેલા માણસે જવાબ આપ્યો કે એ બધા માણસો ચર્ચની ઈમારતમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છે. પેલા બાળકને નવી લાગી. એણે ફરીથી પૂછ્યું કે પ્રાર્થના એટલે શું? જવાબમાં પેલા માણસે કહ્યું કે, ‘પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી, ભગવાન પ્રત્યેની લાગણી અને કંઈ ખોટું કર્યું હોઈ તો તેનો પસ્તાવો વગેરે બધું જ આવી જાય!’ એટલું કહીને એ માનસ આગળ વધી ગયો.
 
                ચર્ચનો ઘંટારવ શરુ થયો. સવારના શાંત વાતાવરણમાં પડઘાતા એ અવાજથી એ બાળકને પણ રોમાંચ થઇ ગયો. આટલા બધા માણસો એકસાથે ભગવાનને પ્રાર્થના કરશે ? એ વિચાર આવતા જ એના મનમાં પણ પ્રાર્થના કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. પણ એને પ્રાર્થના તો આવડતી નહોતી, છતાં એ ઘૂંટણીયે પડી ગયો, હાથ જોડ્યા, પછી એના એકડિયાના ધોરણમાં શિખવાડાતી એબીસીડી બોલવાનું શરુ કરી દીધું. આંખ બંધ કરીને એ જોર જોરથી ‘એ, બી, સી, ડી, ઈ, એફ, જી,એચ… ..’ એમ બોલવા લાગ્યો. 
 
                બાજુમાંથી પસાર થઇ રહેલા એક માણસને આ બાળકને જોરજોરથી એ, બી, સી, ડી બોલતો સંભાળીને નવાઈ લાગી. એણે એને પૂછ્યું કે, ‘એ છોકરા! આ શું કરે છે?’
                ‘ભગવાનને પ્રાર્થના કરું છું!’ આંખો ખોલીને એણે બાળસહજ નિખાલસતા સાથે જવાબ આપ્યો. 
                ‘પણ અલ્યા તું તો એ, બી, સી, ડી બોલે છે. એવું કેમ?’
                ‘મને પ્રાર્થના કરતાં આવડતું નથી ને એટલે હું એબીસીડી બોલું છું. મારે જે કંઈ કહેવું છે એ કહેતા મને આવડતું નથી, પણ ભગવાન તો એ જાણે જ છે ને? હું એ એ, બી, સી, ડી બોલું છું એમાંથી એ યોગ્ય શબ્દો લઇ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને સમજી જશે!’ જવાબ આપી ફરીથી એ છોકરો આંખ બંધ કરી એ, બી, સી, ડી બોલવા માંડ્યો! 
                  
                બાળકને પ્રશ્ન પૂછનાર એ માનસ બે ક્ષણ ઊંડા વિચારમાં પડી ગયો. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ચર્ચમાં જવાનું માંડી વાળી એ પણ પેલા બાળકની બાજુમાં ઘૂંટણીયે પડી ગયો. આંખો બંધ કરી, બંને હાથ જોડીને એણે પણ એ, બી, સી, ડી બોલવાનું શરુ કરી દીધું!

Glucose :- સાચા િદલથી કરેલી પ્રાર્થના 
                  ભગવાન સુધી આપમેળે પહોંચે છે ઼

પ્રેમ : દરેક દર્દ ની દવા

                 રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.

એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.
રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે – બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી…
Glucose :- કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.

free click here