Friday, August 10, 2012

મહેનત પર વિશ્વાસ અને ઈશ્ર્વર પર અતૂટ શ્રદ્ધા

કરમાન દેશના રાજા ભગવાનના બહુ મોટા ભકત હતા. તેઓને એક કન્યા હતી જે ભગવાનની ભકત હતી. રાજાએ નિર્ણય કર્યો હતો કે, જે ભગવાનનો સાચો ભકત હશે તેની સાથે જ પુત્રીને પરણાવશે. દરમિયાન છોકરી ૨૦ વર્ષની થઈ ગઈ. એક દિવસ રાજાને એક યુવક મળ્યો જેના શરીર પર અત્યંત જરૂરી વસ્ત્રો જ હતાં. બીજી કોઈ વસ્તુ તેની પાસે નહોતી. રાજાએ તેને ભગવાનની મૂર્તિ સામે ધ્યાનમગ્ન સ્થિતિમાં જોયો. મંદિરમાંથી નીકળીને રાજાએ તેને પૂછ્યું તારું ઘર ક્યાં છે? તેણે કહ્યું પ્રભુ જયાં રાખે. તારું કામ કઈ રીતે ચાલે છે? તેણે જવાબ આપ્યો, જેમ પ્રભુ ચલાવે તેમ. રાજાને તે ભગવાન પર વિશ્વાસ રાખનારો છે તેવું લાગ્યું. તેમણે યુવકને પોતાની પુત્રી સાથે લગ્ન માટે રાજી કરી લીધો. લગ્ન પછી રાજાની પુત્રી પોતાના પતિ સાથે જંગલમાં પહોંચી. ત્યાં તેણે ઝાડની બખોલમાં સૂકી રોટલીનો એક ટુકડો રાખેલો જોયો અને પૂછયું ત્યારે પતિ બોલ્યો, આજે રાત્રે ખાવા માટે ગઈકાલે મેં થોડી રોટલી બચાવી હતી. આ સાંભળીને રાજાની પુત્રી રડવા માંડી ત્યારે પતિ બોલ્યો, હું તો જાણતો જ હતો કે તું મારા જેવા ગરીબ સાથે રહી નહીં શકે.રાજાની પુત્રીએ કહ્યું કે હું દુ:ખી એ માટે છું કે તમારામાં પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં કેટલી બધી ખોટ છે. કાલની ચિંતામાં તમે રોટલીનો ટુકડો બચાવીને રાખ્યો. શું તમને ભગવાન પર વિશ્વાસ નથી?પત્નીની વાત સાંભળીને શરમથી યુવકે રોટલીના ટુકડાનો ત્યાગ કર્યો. ઈશ્ર્વરમાં અતૂટ આસ્થા રાખીનેઆપણી મહેનત પર હંમેશા વિશ્વાસ કરવો  જોઈએ.

No comments:

Post a Comment

free click here