Friday, August 10, 2012

સફળતાનું ઝરણું

             
   કહેવાય  છે  કે  પ્રત્યેક  નિષ્ફળતા  પણ  પોજીટીવ  થીંકીંગ  કરનાર  ને  સફળતાની  નજીક  લઇ  જાય  છે.

 વીજળી ના ગોળાની શોધ કરનાર થોમસ આલ્વા એડીસન  એક શોધની પાછળ દિવસ-રાત એક કરી રહ્યા હતા.
 સેંકડો પ્રયત્ન કરવા છતાં પણ પરિણામ મળતું ના હતું. સાથી વિજ્ઞાનીકો થાકી-હારીને આ શોધ પડતી મુકવા માટે એડીસનને સમજાવી રહ્યા હતા.
 જો કે એડીસન ને પ્રયોગની સફળતા માટે શ્રદ્ધા હતી. સહાયક વિજ્ઞાનીઓ હતાશ થઈને કહેવા લાગ્યા કે આમ ને આમ તો જીંદગી પૂરી થઇ જશે, એના કરતા આપને હવે બીજી કોઈ શોધ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, પણ એડીસન પોતાના વિચારોમાં અડગ હતા. સંશોધન પાછળના પ્રયાસ છોડી દેવા તે તૈયાર ના હતા.
 એક વાર તો અધીરા થયેલા સહાયકોએ એમને સ્પષ્ટપણે કહી દીધું કે તમે પાંચસો વાર હાર્યા છો. પાંચસો પ્રયોગોનું કોઈ પરિણામ નથી આવ્યું. હવે તમે આ પ્રયોગ કરવાનું નહિ છોડો તો અમે તમને છોડીને જતા રહીશું....
 એડીસન એમને ઉતર આપતા કહે " ' અહીજ તમારી ભૂલ થાય છે. આપણે હાર્યા નથી. પ્રત્યેક નિષ્ફળ પ્રયોગ આપણને સફળતાની નજીક લાવી રહ્યો છે. આ સમયે તમે પ્રયાસ છોડી દેશો તો આપણે  નિષ્ફળ જવાના.  મને હવે સફળતા ડોકાઈ રહી હોય એમ લાગે છે ત્યારે જ તમે નિષ્ફળતા ભણી જાતે જ જી રહ્યા છો'અંતે સહાયકોએ મને-કમને એડીસનને સહાય કરવાનું ચાલુ રાખ્યું. યોગાનુયોગે બીજા પાંચ પ્રયોગ કાર્ય ત્યાજ પ્રયોગ સફળ નીવડ્યો અને એડીસન નું નામ થઇ ગયું.
 glucose :-
 નિષ્ફળતા માંથી માણસ જીવનના મહત્વના પાઠ શીખે છે. જે નિષ્ફળતાથી ગભરાય છે, , હતાશ થાય છે એ વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ થતી નથી. જીંદગીમાં જે પામવા માટે પાંચસો બારણા ખટ ખટાવ્યા હોય  છે એજ બારણા ઘણી વાર ઉઘડવાની કે તુટવાની તૈયારીમાં હોય છે. ભૂતળ માંથી પાણી  કાઢવા પાંચસો ફૂટ ખોદાય કર્યા પછી  બીજા પાંચ ફૂટ માટે પાછા ના પડશો.
 કદાચ સફળતાનું ઝરણું એમાંથી પ્રગટે પણ ખરું!

No comments:

Post a Comment

free click here