Friday, August 10, 2012

કુહાડીની ધાર

   સ્પર્શ, સ્વાદ, દષ્ટિ, ધ્રાણ(ગંધની પરખ) અને શ્રવણ. આ પાંચ ઇન્દ્રિય સાથે આપણે સૌ જનમ્યા  છીએ. પણ સફળ લોકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય કોમનસેન્સ પણ હોય છે. ભણતર હોય કે ન હોય, કોમનસેન્સ કહેતા કોઠાસુજ. એ કેળવી શકાય છે. જોકે કોઠાસુજ પ્રેરતું ન હોય તેવું શિક્ષણ પણ નિરર્થક છે. કોઠાસુજ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા બરાબર છે.
 એક કઠિયારો લાંબા અરસાથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો. બીજે જ વર્ષે એને પગાર વધારો મળ્યો, આ જોઇને પહેલા કઠિયારાને કદી પગાર વધારો નહિ મળ્યાની ફરિયાદ કરી.
 શેઠ કહે: " વર્ષોથી જેટલા ઝાડ તું કાપતો હતો એટલાજ ઝાડ તું આજેય કાપે છે.
 જો તું વધારે ઝાડ કાપી લાવ તો તનેય પગાર વધારો મળે" .
 જુના કઠિયારાને તો જાણે દિશા મળી ગઈ. ધડાધડ ઝાડ કાપવા લાગ્યો. કામના કલાક વધારી દીધા. પણ એથી એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. આથી એને શેઠ પાસે જઈને પોતાની વ્યથા રજુ કરી. નવો કઠિયારો શા માટે વધારે ઝાડ કાપી શકતો હતો એનું રહસ્ય જાણવા શેઠે એને નવા કઠિયારા પાસે મોકલ્યો.
 નવો કઠિયારો કહે: " દરેક વખતે જયારે હું એક ઝાડ કાપી લઉં છું પછી બે મિનીટ માટે વિરામ લઇ મારી કુહાડીની ધાર સજાવી લઉં છું. તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવેલી?"
 આ સવાલ જુના કઠિયારાને બરાબર કાળજે લાગી ગયો અને એને પોતાનો જવાબ મળી ગયો." 
glucose :-
 તમે છેલ્લે ક્યારે કુહાડીની ધાર સજાવેલી ? ભૂતકાળ નો ભવ્ય વારસો વાગોળ્યા કરવાથી અને ફક્ત પુસ્તકિયા શિક્ષણથી આ કામ થઇ શકે નહિ. જે ચીજ જેવી છે એવીજ દેખાય અને જે રીતે થવી જોઈએ એજ રીતે થાય એવી કોઠાસુજ રૂપી કુહાડીની ધાર આપણે સતતપણે સજાવવાની રહે છે.

No comments:

Post a Comment

free click here