Sunday, January 13, 2013

મુખ્ય ધ્યેય

એક પર્વત હતો. એ પર્વતની ટોચ ઉપર

ખજાનો હતો. બે મિત્રો હતા. તેમણે નક્કી કર્યું કે

આપણે પર્વતની ટોચ પર જઈને

ખજાનો મેળવી લઈએ. બંને

મિત્રો ખજાનાની શોધમાં પર્વત ઉપર

ચડવા લાગ્યા. બંને મિત્રોએ નક્કી કર્યું કે આપણે

અલગ અલગ રસ્તે જઈએ. બંને પોતાના માર્ગ

ઉપર આગળ વધ્યા. થોડા આગળ ગયા તો જોયું કે

માર્ગ પર ચાંદીના સિક્કા પડયા છે. એક મિત્ર તે

એકઠા કરવા લાગ્યો. થેલો ભરી પોતાની સાથે લઈ

લીધા. થોડો આગળ ગયો તો સોનામહોર પડી હતી.

વળી તેણે ભેગી કરી કોથળો ભર્યો અને ખભે

નાખ્યો. ખભા પર વજન વધી ગયું હતું.

વળી થોડો આગળ

વધ્યો તો હીરા વેરાયેલા પડયા હતા. તે હીરા પણ

વીણવા લાગ્યો. કોથળો ભર્યો અને ખભે નાખ્યો.

વજન એટલું બધું વધી ગયું કે તે આગળ ચાલી ન

શક્યો અને માર્ગ પર જ ફસડાઈ પડયો.

બીજો મિત્ર એના માર્ગે ખજાના તરફ આગળ

વધતો જતો હતો. આગળ

ગયો ત્યાં ચાંદીના સિક્કા પડયા હતા. તેને

ભેગા કરવાનું મન થઈ ગયું. જોકે તેને વિચાર

આવ્યો કે હું ચાંદીના સિક્કા માટે

અહીં નથી આવ્યો. એ આગળ વધ્યો. થોડે દૂર

સોનાના સિક્કા અને

પછી હીરા વેરાયેલા પડયા હતા. ના, હું આના માટે

નથી આવ્યો. એવો દૃઢ વિશ્વાસ કરી એ આગળ

વધ્યો. બધું છોડીને એ

સીધો ખજાના સુધી પહોંચી ગયો.

આવું જ સુખ અને સફળતાનું છે. મોટી સફળતા માટે

નાની નાની સફળતાને પણ કુરબાન કરવી પડે છે.

મુખ્ય ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગે માત્ર

નિષ્ફળતા જ નહીં, ઘણી વખત

નાની નાની સફળતા પણ આવતી હોય છે. તેને પણ

નજર અંદાજ કરવી પડે છે. મારે આ જ કરવું છે

અને તેના સિવાય કંઈ જ નથી કરવું.


No comments:

Post a Comment

free click here